• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Municipal Corporation Will Conduct A Survey To Legalize Haunted Plumbing, Under The Government's Tap Water Scheme Will Be Legalized For Only Rs.500

કામગીરી:મનપા ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા સરવે કરશે, સરકારની નલ સે જલ યોજના હેઠળ માત્ર રૂપિયા 500માં કાયદેસર કરી અપાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના હેઠળ શહેરમાં રહેલા ગેરકાયદેસર ભૂતિયા નળજોડાણ કાયદેસર કરી આપવા માટે તૈયારી શરૂ કરી છે. મનપા વોર્ડવાઇઝ સરવેની કામગીરી કરશે અને જેટલા ભૂતિયા નળજોડાણ છે તે કાયદેસર કરવાની કામગીરી કરશે. ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા માત્ર રૂ.500 ચાર્જ લેવામાં આવશે. આ કામગીરી દરમિયાન જો કોઇ વ્યક્તિ ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા તૈયાર નહીં થાય તો તેમનું નળ કનેક્શન કપાત કરવામાં આવશે અને ત્યાર બાદ જો તેમને નળજોડાણ જોઇતું હશે તો નળ કનેક્શન મેળવવાની પ્રક્રિયા કરવી પડશે.

તાજતેરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં નલ સે જલ યોજના હેઠળ શહેરમાં રહેલા ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા માટે દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી જતા હવે મનપાની બાંધકામ શાખા અને વોટરવર્કસ વિભાગે શહેરના અંદાજે 25 હજાર જેટલા ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા માટે ચેકિંગ ટીમ બનાવવાનું નક્કી કર્યું છે. આ માટે રાજકોટના તમામ વોર્ડમાં મનપાની ટીમ સરવેની કામગીરી કરશે અને ભૂતિયા નળજોડાણ શોધશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. ભૂતિયા નળજોડાણ કાયદેસર કરવા માટે માત્ર રૂ.500નો ચાર્જ વસૂલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...