તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા વધુ એક આવાસ યોજના બનાવવા જઇ રહ્યું છે. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે રેલનગરમાં ઇડબલ્યુએસ- 1 (એક રૂમ, હોલ, રસોડું) તથા ઇડબલ્યુએસ 2 ( બે રૂમ, હોલ રસોડું)ના 1944 આવાસ બનાવશે. આ માટે મનપાએ ટન્ડર પણ બહાર પાડી દીધા છે. જેના પગલે આગામી ચૂંટણીની આચારસંહિતા પહેલા ભૂમિપૂજન થવાની સંભાવના છે.
રાજકોટ મહાનગરપાલિકાએ રેલનગરમાં નવી આવાસ યોજના બનાવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે મનપાએ ટેન્ડર બહાર પાડ્યા છે. રેલનગરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 19 પર 1944 આવાસ બનાવવામાં આવશે. જેમાં એક રૂમ અને બે રૂમના આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે આવાસ યોજના બનાવવામાં આવશે. મનપા અહીં એક રૂમ હોલ રસોડાના 984 આવાસ અને બે રૂમ હોલ રસોડાના 960 આવાસ બનાવવામાં આવશે.
મનપાએ આવાસ યોજનાનો ખર્ચ નીકળી જાય તે માટે આવાસ યોજનાની નીચે શોપિંગ સેન્ટર પણ બનાવવાનું નક્કી કર્યું છે. જેથી શોપિંગ સેન્ટરની દુકાનો હરાજીથી વેચાણ થશે. મનપા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પાંચ માળથી 10 માળ સુધીમાં બિલ્ડિંગ બનાવશે. ટેન્ડર 2 ડિસેમ્બર સુધીમાં સબમિશન અને 9 ડિસેમ્બરે ઓનલાઇન ટેક્નિકલ બીડ રાખવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.