• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Municipal Corporation To Purify Rajkot's 'air' At A Cost Of Rs 77 Lakh, Proposal In The Standing Committee To Appoint An Agency For The Survey

નિર્ણય:રાજકોટની ‘હવા’ને મનપા રૂ.77 લાખના ખર્ચે શુદ્ધ કરશે, સર્વે માટે એજન્સી નિયુક્ત કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શહેરના તમામ પ્રવેશદ્વાર, ત્રિકોણબાગ, સોરઠીયાવાડી, ઢેબર રોડ, આજી ચોકડી સહિતના વિસ્તારોમાં વાહનોનું પ્રદુષણ સૌથી વધુ
  • હવા શુધ્ધિકરણ કેન્દ્રએ મનપાને રૂ.40 કરોડની ગ્રાન્ટ આપી છે

દેશના તમામ મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગ જેવી જ સમસ્યા પ્રદુષણની પણ થતી જતી હોય, ભારત સરકાર આવા શહેરોને પ્રદુષણ રોકવાના પગલા માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. રાજકોટ શહેરને પણ 15માં નાણાપંચ હેઠળ 40 કરોડની ગ્રાન્ટ મળી હોય હવા શુધ્ધિકરણના અભ્યાસ માટે એજન્સી રોકવા મહાપાલિકાએ નિર્ણય લીધો છે. આવતીકાલે બુધવારે મળનારી સ્ટે. કમીટીની મીટીંગમાં 77 લાખના ખર્ચે એજન્સીને કામ આપવા દરખાસ્ત મૂકવામાં આવી છે.

એર કવોલીટી પેરામીટર મોનીટરીંગ થશે
દેશમાં સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હી પણ સામેલ છે. રાજધાનીમાં તો વાહનો પણ ઓડ-ઇવન નંબર સાથે વૈકલ્પિક રીતે જ ચાલુ રાખવાની નોબત આવી હતી. આવી હાલત રાજકોટ સહિતના શહેરોની ન થાય તે માટે આ ખાસ અભ્યાસ કરાવવામાં આવશે. સ્ટે.કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે નાણાપંચ હેઠળ ‘એર કવોલીટી પેરામીટર મોનીટરીંગ’ની કામગીરી માટે 40 કરોડની ગ્રાન્ટ મળી છે. જેમાંથી એર કવોલીટી મેનેજમેન્ટ માટે સંસ્થાકીય માળખાને મજબુત બનાવવા, વાયુ પ્રદુષણ બાબતે સ્ત્રોત મુજબ વિશ્લેષણ કાર્ય યોજનાઓ પર પ્રગતિ અને હવાના પ્રદુષણ અંગે વૈધાનિક માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું થાય છે.

કરારનામા જેવી શરતોમાંથી મુકિત આપવામાં આવી છે
સીપીસીબીની ગાઇડલાઇન મુજબ આગામી એક થી દોઢ વર્ષમાં આ અભ્યાસ કરવો જરૂરી છે. અમદાવાદમાં આ સોર્સ એપોઇમેન્ટ સ્ટડીની કામગીરી સરકારી સંસ્થા ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીયુટ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આથી રાજકોટ મનપાએ પણ આ એજન્સી પાસે 77 લાખમાં કામ કરાવવા નિર્ણય કર્યો છે. 50 ટકા એડવાન્સ પેમેન્ટ સહિતની શરતો આ સરકારી એજન્સી માટે માન્ય રાખીને ટેન્ડર, કરારનામા જેવી શરતોમાંથી મુકિત આપવામાં આવી છે.

રૂા. 2 કરોડનો ખર્ચ મંજૂર કરવા પણ કમિશ્નરને દરખાસ્ત
વોર્ડ નં.15માં વર્ષો જુનુ ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્ર માટે નવું દવાખાનું બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની દરખાસ્ત પણ આવતીકાલની મીટીંગમાં મંજૂર કરાશે. વોર્ડ નં.12માં ગોંડલ રોડ ક્રિષ્ના પાર્કથી વાવડી, ટાટા શોરૂમ રોડ, ફાલ્કન પંપ રોડ, ગોપાલ હોટલ રોડ, વાવડીના રસુલપરા અને કાંગશીયાળી રોડને ડામર કામ કરવા પણ દરખાસ્ત મુકવામાં આવી છે. આ નવા વિસ્તારોમાં પાકા રોડની સુવિધા હવે મળવાની છે. કોવિડ મહામારી માટે રોકવામાં આવેલા ખાનગી એજન્સીના સ્ટાફની મુદત વધારવા અને કરેલી કામગીરી બહાલ રાખવા વધુ રૂા. 2 કરોડનો ખર્ચ મંજૂર કરવા પણ કમિશ્નરને દરખાસ્ત મોકલી છે.