રાજકોટ મહાનગરપાલિકામાં ઈજનેરો અને અધિકારીઓ ઘણી વખત પોતાની મન મરજીના માલિક થઈને બેફામ ખર્ચ કરી નાખે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ ગાર્ડન ડિરેક્ટર ડો. હાપલિયાએ રિટાયર થતા પહેલા જેમ પોર્ટલ પરથી બે ટોઈલેટ બ્લોક, બે યૂરિનલ બ્લોક અને એક સિક્યોરિટી કેબિન ખરીદી હતી. હકીકતે શૌચાલય અને સિક્યુરિટી કેબિનને બનાવવાની કે પછી ખરીદવી તે અંગેનો નિર્ણય બાંધકામ શાખાનો હોય છે પણ સત્તા બહાર જઈને સીધો જ ખરીદી કરવાનો નિર્ણય લીધો.
ગુણવત્તા સારી હોય તો પણ તેને આવકારી શકાય પણ આ સામાન 4 લાખ રૂપિયાનો હતો અને જ્યારે રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં મુકાયો ત્યાં ડિરેક્ટર નિવૃત્ત થઈ ગયા હતા. જેવો સામાન આવ્યો તો તેની ચકાસણી થઈ તેમાં અત્યંત હલકી ગુણવત્તાના તેમજ પોર્ટલ પર જે શરતો લખી હતી તે મુજબના ન હોવાનું ખુલ્યું હતું.
આ જવાબદારી કોઇ લેવા તૈયાર ન થતા માલને ત્યાં જ મૂકી રિસીવ કરાયો ન હતો અને કોન્ટ્રાક્ટર પણ માલ ત્યાં મૂકીને ભાગી ગયો હતો. આ કેબિનનું હવે શું થશે, કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે કે પછી માલને જપ્ત કરી દેવાશે તે મામલે ગાર્ડન શાખામાં પૂછતા અધિકારીઓ આ મુદ્દે અજાણ હોવાનું ખુલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.