તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદભાર સંભાળ્યો:રાજકોટ મનપાના નવા કમિશનર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું ચોમાસામાં પાણી નિકાલને પ્રાથમિકતા આપવામાં આવશે

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ મનપાના નવા કમિશનર અમિત અરોરા.
  • રાજકોટ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો

રાજકોટમાં કલેક્ટર અને મનપા કમિશનરની બદલી થતા નવા કલેક્ટરે ગઇકાલે ચાર્જ સંભળ્યો હતો. જ્યારે આજે મનપાના નવા કમિશનર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચોમાસામાં પાણી નિકાલને રાજકોટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો છે.

વેક્સિનેશનને વેગ અપાશે- અમિત અરોરા
નવા કમિશનર અમિત અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવો તે અમારી પ્રાથમિકતા રહેશે. અલગ અલગ બ્રિજનું નિર્માણ કામ પણ પૂરજોશમાં કરવામાં આવશે. ચોમાસામાં પાણીની સમસ્યા રાજકોટમાં વધુ રહે છે તેના નિકાલ માટે પ્રાથમિકતા રહેશે. નવા ભળેલા ગામડાઓમાં રોડ-રસ્તાની સૌથી વધુ સમસ્યા છે. ત્યારે નવા ભળેલા ગામોનો વધુ વિકાસ કરવામાં આવશે અને તેને પૂરતી સુવિધા એ પ્રાથમિકતા રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. જે નવા કમિશનર માટે પડકારરૂપ સાબિત થશે.

મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો.
મનપાના નાયબ કમિશનર તરીકે આશિષકુમારે ચાર્જ સંભાળ્યો.

ડીડીઓ તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો
રાજકોટમાં ડીડીઓ તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. તેઓનું રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર દ્વારા સ્વાગત કરાયું હતું. દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનને ઝડપી બનાવવામાં આવશે. એક માત્ર વેક્સિનેશન પર ભાર મૂકવાની અમારી પ્રાથમિકતા છે.

ડીડીઓ દેવ ચૌધરી.
ડીડીઓ દેવ ચૌધરી.

ગઇકાલે કલેક્ટરે ચાર્જ સંભાળ્યો હતો
નવ નિયુક્ત રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનું ગઇકાલે કલેક્ટર કચેરી ખાતે આગમન થતાં ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો. અને પૂર્વ કલેકટર રેમ્યા મોહનને સ્ટાફે યાદગાર વિદાય આપી હતી. આ પ્રસંગે નવ નિયુક્ત કલેક્ટરે કહ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીઓને અગ્રતા આપીશું.

ગઇકાલે નવા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો.
ગઇકાલે નવા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો.

ત્રીજી લહેર પહેલાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે
વધુમાં તેમને ડેલ્ટા પ્લસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસ વેરીએન્ટ ડિટેક્ટ થયા બાદ ગુજરાતમાં ઇમ્યુનો ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યા છે. ત્રીજી લહેર પહેલાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેની 100 ટકા અમલવારી કરાવવામાં આવશે. જેમાં દરેક લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા રહેશે આ માટે જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...