નિર્ણય:મુંબઇ-રાજકોટ ફલાઈટ 14મી જાન્યુઆરી સુધી રદ કરી દેવાઈ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર સાથે મર્જ કરાઈ છતાં મુસાફર ન મળ્યા
  • દિલ્હીની ફલાઈટમાં પણ મુસાફરો ઘટ્યા, વાતાવરણ ડિસ્ટર્બ રહેતા હવાઈ સેવા પ્રભાવિત

રાજકોટ- મુંબઈ ફલાઈટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક ઘટી રહ્યો છે ત્યારે આ ફલાઇટમાં પૂરતા મુસાફરો મળી રહે તે માટે તેની કનેક્ટિવીટી જામનગર સુધી કરવામાં આવી હતી. આમ છતા ટ્રાફિક નહિ મળતા આ ફલાઇટ રદ કરવામાં આવી છે.જો કે દિલ્હીની ફલાઈટમાં પણ મુસાફરો ઘટયા છે. સતત બે દિવસ સુધી વાતાવરણ ડિસ્ટર્બ રહેતા હવાઈ સેવા પ્રભાવિત થઇ છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર છેલ્લા બે દિવસથી આ ફલાઈટ રાજકોટ- જામનગરથી સુધી લંબાવવામાં આવી હતી. આ ફલાઈટ સવારે 11.00 કલાકે મુંબઈથી ટેક ઓફ થઇ બપોરે 12.10 કલાકે જામનગર પહોંચશે.

12.45 કલાકે ત્યાંથી ટેક ઓફ થયા બાદ રાજકોટ 1.25 કલાકે પહોંચશે. રાજકોટથી બપોરે 1.50 કલાકે ટેક ઓફ થઇને મુંબઈ 2.50 કલાકે મુંબઈ લેન્ડ થવાની હતી પરંતુ હાલ કોરોનાના વધતા જતા કેસને કારણે મુસાફરો મળતા નથી.જેને કારણે આ ફલાઈટ રદ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી જતી ફલાઇટમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી પુરતો ટ્રાફિક નહિ મળતો હોવાનું એરલાઇન્સના સંચાલકોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પણ ધુમ્મસને કારણે ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...