વરસાદની અસર:મુંબઈની ફ્લાઇટ લેન્ડ ન થઈ શકી રાજકોટથી મુંબઈ જતી ફ્લાઈટ રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે હવાઇ સેવા પણ પ્રભાવિત થઇ હતી. બપોરે ઈન્ડિગોની મુંબઈ-રાજકોટ અને રાજકોટ-મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઇ હતી. જ્યારે સવારે મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટને વિઝિબિલિટી નહિ મળતા આ ફ્લાઈટ અમરેલી પાસે 5 થી 7 રાઉન્ડ લગાવ્યા હતા. ત્યાં પણ ફ્લાઇટને વિઝિબિલિટી નહિ મળતા આ ફ્લાઈટ અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી. જ્યારે દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઈટને પણ વિઝિબિલિટી નહોતી મળી આથી તે પહેલા સુરેન્દ્રનગર પહોંચી હતી અને ત્યારબાદ ત્યાંથી અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી.

આજે આ બધી ટ્રેન પરિવર્તિત માર્ગ પર ચાલશે
ઓખા-રામેશ્વરમ સ્પેશિયલ ટ્રેન વાયા કાનાલૂસ-વાંસજાળિયા- જેતલસર-ભક્તિનગરથી ચાલશે. જ્યારે પોરબંદર-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન વાયા વાંસજાળિયા- જેતલસર- ભક્તિનગરથી ચાલશે. પોરબંદર- શાલિમાર ટ્રેન અને શાલિમાર- પોરબંદર ટ્રેન પણ વાયા ભક્તિનગર- જેતલસર, વાંસજાળિયા થઈને ચાલશે.

અન્ય સમાચારો પણ છે...