સરવે:રાજકોટમાં મલ્ટિનેશનલ કંપનીના પ્લાન્ટ સ્થપાશે, સરવે શરૂ કરાયો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના યુનિટોને જોબવર્ક મળશે, ઉદ્યોગ ધંધામાં નવી ટેક્નોલોજી આવશે

કોરોના બાદ રાજકોટના ઔદ્યોગિક એકમોમાં નવા- નવા સંશોધનો થઇ રહ્યા છે તેમજ વિદેશમાંથી મળતા ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે. હવે ધીમે- ધીમે મલ્ટિનેશનલ કંપનીના પ્લાન્ટ અહીં શરૂ થવાની સંભાવના વધુ છે. હાલમાં આ માટે સર્વે, રિસર્ચનું કામકાજ ચાલુ છે. ભવિષ્યમાં આવા પ્લાન્ટના એકમોની સંખ્યા વધતી જશે. આમનાથી ફાયદો એ થશે કે, નાના યુનિટોને જોબવર્ક મળશે. નવી રોજગારીનું સર્જન થશે અને ઉદ્યોગ ધંધામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધશે તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી જણાવે છે. એક અંદાજ મુજબ કોરોના બાદ નાના- મોટા એકમો મળી અંદાજિત 80 થી વધુ નવા એકમો રાજકોટ જિલ્લામાં શરૂ થયા છે.

જ્યારે લઘુ ઉદ્યોગ ભારતીના રાજકોટ વિભાગના અધ્યક્ષ ગણેશભાઈ ઠુમ્મર જણાવે છે કે, કોરોના બાદ શરૂઆતનો તબકકો ઔદ્યોગિક એકમો માટે પડકારજનક રહ્યો ત્યારબાદ હવે દરેક દેશમાંથી ઓર્ડર મળી રહ્યા છે. કોરોના પછી રાજકોટમાં બનતી પ્રોડકટની ડિમાન્ડ વધી રહી છે. હાલ સૌથી મોટી સમસ્યા રો- મટિરિયલ્સના વધતા જતા ભાવ અંગેની છે જો આ ભાવ કાબૂમાં રહે તો નાના એકમોને સંજીવની મળી શકે તેમ છે.

ઉદ્યોગકારોએ જણાવ્યા રાજકોટમાં નવા પ્લાન્ટ શરૂ થવાના કારણ અને તેની અસર
1 ચાઈનામાં ઈલેક્ટ્રિસીટી પર કાપ મુકાઈ રહ્યો છે અને રાજકોટમાં દરેક એકમો શરૂ થઈ શકે તેવા અનુકુળ સંજોગો છે
2 નાના યુનિટોની સંખ્યા વધશે. તેઓને પૂરતા પ્રમાણમાં ઓર્ડર મળી રહેશે. તો આ આવા એકમો પણ દિવસ રાત ચાલુ રહી શકશે.
3 ઔદ્યોગિક વપરાશ માટે જરૂરી જમીનની ડિમાન્ડ વધશે. તેથી રિઅલ એસ્ટેટ ઉદ્યોગને પણ ફાયદો થશે
4 રો મટિરિયલ્સથી લઇને ફાઈનલ પ્રોડકટ માટે જરૂરી સાધનો એક જ સ્થળેથી મળી રહે છે અને પૂરતા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રકચર છે.
5 એકમોમાં ડિજિટલાઈઝેશન વધશે એટલે કામ ઝડપી અને સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...