બેદરકારી:મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અધ્ધરતાલ, ખેડૂતોએ સહાય માટે અરજી કરી પરંતુ તંત્રે સરવેની કામગીરી ન કરી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાક નુકસાનની ટકાવારી 33થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂ. 20 હજારની સહાય મળવાપાત્ર

મુખ્યમંત્રીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ સિઝનમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ શ્રીમંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકામાં આ વર્ષે એક વરસાદ અને બીજા વરસાદ વચ્ચે 28 દિવસથી ઉપરનો સમય થયો હતો. જેના કારણે ખેડૂત યુનિયનો દ્વારા જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સહાય માટે રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી સરવે પણ કરાયો નથી.

ખેડૂત દેવ ગઢવીના જણાવ્યા મુજબ ખરીફ સિઝનમાં થયેલ પાક નુકસાનની ટકાવારી 33થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળે. એટલું જ નહીં, ખરીફ સિઝનમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં મળે છે જેની જિલ્લા અને તાલુકા કક્ષાએ ખેડૂત યુનિયનો દ્વાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ ટીમ દ્વારા સરવેની કામગીરી ન કરી સહાય યોજના સરકારી ચોપડે જ રાખી.

જેતપુરના ખેડૂત પ્રવીણભાઈના જણાવ્યા મુજબ યોજના હવામાં રાખવામાં આવી છે. એક વરસાદથી બીજા વરસાદનો સમયગાળો 28 દિવસથી વધી જતો હોય તેમજ આ 28 દિવસમાં એક મિલિમીટર પણ વરસાદ પડ્યો નથી ત્યારે આ યોજના થકી ખેડૂતોને સહાય મળવા પાત્ર હોવા છતાં મળેલ નથી.

ખેડૂતોની રજૂઆત આવી હતી જે સરકારમાં મોકલાઇ
આ નીતિ વિષય બાબત કહેવાઈ. જેથી જિલ્લાના ખેડૂતોની કેટલીક રજૂઆત આવેલી હતી. જે રજૂઆતને અમારા દ્વારા રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. > આર.આર.ટીલવા, ખેતીવાડી અધિકારી, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...