તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવો નિર્ણય:ઉપલેટામાં મૃતક વ્યક્તિના નામે વેક્સિન મુકવાના મામલે જવાબદાર MPW ને છૂટો કરી દેવામાં આવ્યો, બેદરકારી બદલ કોઈ સજા નહીં

રાજકોટ20 દિવસ પહેલા
ઉપલેટાના સુરજવાડી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મૂકવામાં આવી હતી.
  • ગઇકાલે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરવા આવ્યા હતા, તપાસ બાદ આવી કાર્યવાહી !

રાજકોટ જિલ્લાના ઉપલેટાના આરોગ્ય કેન્દ્રમાં મૃતકના નામે વેક્સિન આપવાના બનાવને પગલે ગતરાત્રે અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડમાં કોન્ટ્રાકટ બેઈઝ MPWને ફરજમા બેદરકારી દાખવાતા નોકરીમાંથી છૂટા કરી દઈ આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરવા આવ્યા હતા અને તપાસ બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી ત્યારે બેદરકારી બદલ કોઈ સજા આપવાની જગ્યાએ આવી કાર્યવાહી કરતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

હરદાસભાઈનું અવસાન ત્રણ વર્ષ પહેલા થયું હતું.
હરદાસભાઈનું અવસાન ત્રણ વર્ષ પહેલા થયું હતું.

3 દિવસ પહેલા આ ઘટના બની
ઉપલેટામાં 3 દિવસ પહેલા આરોગ્ય વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ દેવાયતભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સૂરજવાડીમાં ચાલતા વેકસીન કેમ્પમાં મૃતક પુરુષના નામે રસી લીધાનો બનાવ બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગ ચોકી ઉઠ્યું હતુ અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગઈકાલે રાત્રે એમ.જે.સોલંકી કંપની દ્વારા કોવિડ કોન્ટ્રાકટ ઉપર રાખવામાં આવેલ એમ.પી.એમ.ડબલ્યું કેયુર પરમારને તાત્કાલીક ધોરણે નોકરીમાં બેદરકારી રાખવા બદલ છૂટો કરી દેવામાં આવ્યો છે.

ગઈકાલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટા દોડી ગયા હતા
ગઈકાલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપલેટા દોડી ગયા હતા

20 ઓગસ્ટ 2018માં હરદાસભાઇનું અવસાન થયું હતું
હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. પરંતુ ઉપલેટાના સુરજવાડી ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું સિર્ટિફિકેટ ઘરે આવતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો હતો. પરિવારના સદસ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે. છતાં કંઇ રીતે આ વેક્સિન અપાય છે. અમારા સ્વજનના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી છે.

ભત્રીજાએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી.
ભત્રીજાએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી.

અમારી લાગણી દુભાણી છે- મૃતકના ભત્રીજા
આ અંગે મૃતક ભત્રીજા અરવિંદભાઇ નારણભાઇ કરંગીયાએ જણાવ્યું હતું કે, મારા કાકા હરદાસભાઈ 2018માં અવસાન પામ્યા હતા. તેના નામે કોઇએ વેક્સિન લીધી છે. અમને મેસેજ મળ્યો તો અમારી લાગણી દુભાણી છે. અમારા કાકા તો 2018માં ગુજરી ગયા છે તો એ વેક્સિન ક્યાંથી લઇ શકે, આ વેક્સિન કોણે લીધી છે તેની ઊંડાણપૂર્વ તપાસ થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...