તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લૂંટારુ ગેંગનો MPનો શખ્સ રાજકોટ પોલીસના સકંજામાં

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે લૂંટારુને વેપારીએ અને એકને પુત્રએ ઓળખી બતાવ્યો

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં શિવ જ્વેલર્સમાં થયેલી રૂ.85.50 લાખના ઘરેણાંની લૂંટમાં સંડોવાયેલો વધુએક લૂંટારુ રાજકોટ પોલીસને હાથ આવી ગયો છે, ઝડપાયેલા ચારેય આરોપીની પોલીસે ઓળખપરેડ કરાવી હતી, જેમાં બેને વેપારીએ તથા એકને તેના પુત્રએ ઓળખી બતાવ્યો હતો, જ્યારે અવિનાશ ઉર્ફે ફૌજી લૂંટારુ શો-રૂમની બહાર હલચલ પર નજર રાખી રહ્યો હતો.

શિવ જ્વેલર્સમાં ખાબકેલા લૂંટારુઓ વેપારી મોહનભાઇને બંધક બનાવી રૂ.85.50 લાખના દાગીના લૂંટી ગયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ગણતરીના દિવસોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. લૂંટારુ ગેંગના ચાર શખ્સને હરિયાણાના પલવલમાંથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા શુભમ સોવરનસીંગ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ, સુરેન્દ્ર જાટ, બિકેશ ઠાકુરને પકડીને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા અને રૂ.62.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા બાદ સોમવારે લૂંટારુઓને વેપારી તથા તેના પુત્ર સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે શો-રૂમમાં મોહનભાઇના પુત્ર સિદ્ધાર્થ હાજર હતો, સિદ્ધાર્થે બિકેશ ઠાકુરને ઓળખી બતાવ્યો હતો, જ્યારે લૂંટ કરવા શુભમ, સુરેન્દ્ર જાટ અને સતિષ સોવરનસીંગ ઠાકુર લૂંટ કરવા ગયા હતા ત્યારે વેપારી મોહનભાઇ હાજર હતા, મોહનભાઇએ શુભમ અને સુરેન્દ્ર જાટને ઓળખી બતાવ્યા હતા, જ્યારે સતિષ ઠાકુરને હજુ સુધી રાજકોટ લઇ આવવામાં આવ્યો નથી.

લૂંટારુ ગેંગનો સાગરીત મધ્ય પ્રદેશનો સતિષ સોવરનસીંગ ઠાકુર હરિયાણાથી મળ્યો નહોતો, તેને પકડવા રાજકોટ પોલીસની એક ટીમ ત્યાં જ રોકાઇ ગઇ હતી, જે ટીમને પણ મહત્ત્વની સફળતા મળી છે અને સતિષ ઠાકુર પોલીસના હાથમાં આવી ગયો છે અને તેને રાજકોટ લઇ આવવાની તજવીજ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...