તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:રાજ્યસભાના MP મોકરીયાની રાજકોટ રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક, માનવરહિત ફાટક અને રેલવેના વિકાસનો દાવો કર્યો

રાજકોટ13 દિવસ પહેલા
રાજકોટ રેલવેના અધિકારીઓ સાથે મિટિંગ કરી.
  • સાસણમાં સિંહના ટ્રેન અડફેટે મોત થાય છે તે કેમ નિવારી શકાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આજે રાજકોટ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. લોકડાઉન બાદ રેલવે વિભાગના કામની સમીક્ષા કરી હતી. તેમજ રેલવેના અધિકારીઓ સાથે બેઠક કરી રેલવેના વિવિધ મુદ્દાઓ સાંભળ્યાં હતા. જેમાં રામભાઇ મોકરીયાએ માનવરહિત ફાટક અને રેલવે વિભાગના વિકાસનો દાવો કર્યો હતો.

ગત વર્ષે રેલવેને કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ખોટ ગઈ
રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ આ મારી પ્રથમ મિટિંગ છે. બેઠકમાં રેલવેને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને ગત વર્ષે રેલવેને કોરોનાના કારણે પાંચ હજાર કરોડની ખોટ ગઈ છે એ કેમ પુરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સાસણમાં સિંહના ટ્રેન અડફેટે મોત થાય છે તે કેમ નિવારી શકાય તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

રેલવેના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં
રામભાઇ મોકરીયા રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા ત્યારે રેલવે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકમાં રલેવેના અધિકારીઓ હાજર રહ્યાં હતા અને રેલવેમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો