પરપ્રાંતીયો રઝળ્યા / જમવાના ફાંફા પડતા MPના પરિવારે ઉખાડા પગે ચાર બાળકો સાથે વતનની વાટ પકડી, DivyaBhaskarએ માનવતા દેખાડી, દૂધની ગાડીમાં જસદણ કેમ્પમાં ખસેડાયા

સામાન લઇને બાળકો સાથે પરિવાર વતનમાં તરફ જવા નીકળ્યો
બાળકોની દયનીય સ્થિતિ, પગમાં ચપલ પણ પહેર્યા નથી
બાળકોની દયનીય સ્થિતિ, પગમાં ચપલ પણ પહેર્યા નથી
X
બાળકોની દયનીય સ્થિતિ, પગમાં ચપલ પણ પહેર્યા નથીબાળકોની દયનીય સ્થિતિ, પગમાં ચપલ પણ પહેર્યા નથી

  • પરિવારના યુવાને કહ્યું હતું કે પૈસા નથી, 20 દિવસ ક્યાં જમવું,  સામાજીક લોકો દોડી આવ્યા અને પરિવાર માટે વ્યવસ્થા કરી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:56 PM IST

રાજકોટ: કોરોના વાઇરસની મહામારીમાં પરપ્રાંતીયો રઝળી પડ્યા છે. છૂટર મજૂરી કરી પરિવારનું ગુજરાન કરતા લોકો સૌથી વધુ મુશ્કેલીમાં ફસાયા છે. ટંકનું રળી ટંકનું ખાતા લોકો માટે આ પરિસ્થિતિ સૌથી મુશ્કેલભરી સાબિત થઇ રહી છે. આવા લોકો પૈસાના અભાવે ભૂખ્યા પેટે સૂઇ જાય છે. અંતે કંટાળીને પરપ્રાંતીય લોકો હીજરત પર ઉતરી આવ્યા છે. આવો જ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. શહેરના લક્ષ્મીનગર પાસે રહેતો મધ્યપ્રદેશનો પરિવાર પગપાળા ચાલીને પોતોના વતનમાં જઇ રહ્યો હતો. ત્યારે DivyaBhaskarએ પૂછ્યું તો પરિવારના એક યુવાને જણાવ્યું હતું કે, જમવાના ફાંફા છે. ચાર-ચાર બાળકોને લઇને ક્યાં જવું. બાળકોના પગમાં ચંપલ પણ નથી. હજુ 20 દિવસ ક્યાં જમવુ, પૈસા પણ મારી પાસે નથી. ચાલાતા થયા છીએ જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચીશું. પરંતુ આટલેથી ન અટકતા DivyaBhaskarએ સામાજીક સંસ્થાને જાણ કરી માનવતા દેખાડી હતી અને પરિવારને જસદણ કેમ્પમાં ખસેડ્યો હતો. 

છૂટક મજૂરી કરી પેટીયુ રળીએ છીએ

આ પરિવાર છૂટક મજૂરી કરી પેટીયું રળી રહ્યો છે. જેમ તેમ કરીને બાળકોના પેટ ભરીએ છીએ. બાળકોની દયનીય સ્થિતિ જોવા મળી હતી. DivyaBhaskar સહિત મીડિયાની નજરમાં આ પરિવાર આવતા સામાજીક સંસ્થાઓને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા અને પરિવાર માટે રહેવા-જમવાની સુવિધાઓ કરવાની તજવીજ હાથ હતી અને માનવતા મહેકતા એક દૂધની ગાડીમાં આ પરિવારને જસદણ કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ માનવતા જોઇને  પરિવારે પણ મીડિયાનો આભાર માન્યો હતો.

ત્રણ દિવસથી જમવાનું ન મળતા 30 જેટલા મજૂનો વતન જવા રવાના

રાજકોટમાં વધુ એક મજૂરોનું ટોળુ રસ્તા પર નીકળ્યું હતું. મીડિયા અને પોલીસનું ધ્યાન પડતા તેને નાસ્તો આપ્યો હતો. પોલીસે તેની વાનમાં બોલાવી રામપરા બેડી કલ્કેટરના કેમ્પમાં મુકવા ગયા હતા. રાજકોટથી ચાલીને MP જતા 30 લોકોએ ત્રણ દિવસથી ખાધું નહોતું એટલે વતનની વાટ પકડી હતી.મોરબીના રવાપર રોડ પર ચાલતી કન્સ્ટ્રકશન સાઇટ પરનાં એક સાથે 17 મજુરો પગપાળા દાહોદ જવા નીકળ્યા હતા .દરમિયાન વીસી હાઈસ્કૂલ પાસે જિલ્લા પોલીસ વડાને ધ્યાન આવતા તુરંત રોકવામાં આવ્યા હતા. સીટી મામલતદાર દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરાવી ફરી સાઇટ પર મોકલવા તજવીજ હાથ ધરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી