તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય:મોવિયાના તબીબે અમદાવાદની લાખેણી નોકરી છોડી વતનની વાટ પકડી,ઘર બનાવવા એકઠી કરેલી રકમનો ઉપયોગ હોસ્પિટલના નિર્માણમાં કરશે

ગોંડલએક મહિનો પહેલા
ડો.રોહિત ભાલાળા
  • મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે

કોરોના કાળમાં અનેક લોકો એવા છે જેમણે સેવાની સરવાણી વહાવી છે ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેમણે સેવાની સરવાણી તો વહાવી જ સાથોસાથ પોતાની કારકિર્દી પણ લોકોની સેવામાં સમર્પિત કરી દીધી છે. વાત છે ગોંડલ તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળાની જેમણે અમદાવાદની લાખેણી નોકરી છોડી વતનની વાટ પકડી છે. આ ઉપરાંત તેમણે પોતાનું ઘર ખરીદવા માટે એકથી કરેલી રકમનો ઉપયોગ પણ તેઓ મોવિયામાં હોસ્પિટલના નિર્માણ માટે કરશે.

મોદી સાથે રશિયામાં દુભાષીયા તરીકે પણ સેવા આપી છે.
ડો.રોહિતએ M.B.B.S અને M.D. નો અભ્યાસ કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં P.HD પણ કર્યું છે. તથા રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવાથી તેઓ નિયમિત રીતે મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જુદા જુદા કાર્યક્રમમોમાં રશિયા ગયેલા ત્યારે દુભાષીયા તરીકે ડો.રોહિતે સેવા આપેલી છે.

ધર્મપત્નીએ પણ નિર્ણયને બિરદાવ્યો
ડો.રોહિત ભાલાળા પોતાની લાખો રૂપિયાની પ્રેક્ટિસ છોડીને અનેડો.રોહિત ભાલાળાના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે કારણકે એમણે ગરીબાઈનો બધો અનુભવ કર્યો હતો. ડો.રોહિત ભાલાળાના મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે.

ગુરુએ કરેલી મદદ અને આપેલા સંસ્કારો આજે અનેકગણા થઈને સમાજને પરત મળી રહ્યા છે.
આ અંગે વાત કરતા ડો.રોહિતે જણાવ્યું હતું કે,કોરોનાને કારણે ગામડાના લોકોની દયાજનક સ્થિતિના સમાચાર સાંભળીને મને બહુ જ દુઃખ અનુભવ્યું અને તેઓને સતત એવું થાય છે કે આટલું બધું ભણ્યો પણ આ ભણતર અને જ્ઞાન જે ગામડામાં ઉછરીને હું મોટો થયો એ ગામડાના સામાન્ય લોકોને મુશ્કેલીના અને એની જરૂરિયાતના સમયે કામમાં ન આવે તો ભણેલું છું કામનું ? ગામડાના કોરોનાગ્રસ્ત લોકો માટે મારે કાંઈક કરવું છે.' ઉલ્લેખનીય છે કે ડો.રોહિત ભાલાળા સાવ સામાન્ય પરિવારમાથી આગળ આવેલ યુવાન છે. એનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જ એના પિતાનું અવસાન થયેલું. તેજસ્વી વિદ્યાર્થીની કારકિર્દી રોળાઈ ન જાય એટલે તે વખતે પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે ભણવાની બધી વ્યવસ્થા કરેલી અને અભ્યાસ ચાલુ રખાવેલો. ગુરુએ કરેલી મદદ અને આપેલા સંસ્કારો આજે અનેકગણા થઈને સમાજને પરત મળી રહ્યા છે.

થોડા સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે
લોકો પાસેથી દાન મળે કે ના મળે અત્યારે તો લાખોની કિંમતના મેડિકલ સાધનો પોતાના ખર્ચે ઓર્ડર પણ કરી દીધા છે બે-ચાર દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે. જેમાં 4 M.B.B.S. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે તેમજ જુદી જુદી 12 સમિતિઓના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યજ્ઞ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી, લેબોરેટરી, દવાઓ, ઓક્સીઝન બેડ, બાઇપેપ વગેરે જેવી આધુનિક હોસ્પિટલમાં મળે એવી સેવાઓ મળી રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.