એજ્યુકેશન:સેનેટની નોંધણી ઓનલાઈન નહીં કરાય તો આંદોલન

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ABVPએ કુલપતિને કહ્યું, પ્રક્રિયા ઓનલાઈન કરી ડિજિટલ યુગ તરફ આગળ વધવું જોઈએ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સેનેટની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. એકબાજુ ભાજપ પ્રેરિત સિન્ડિકેટ સેનેટની નોંધણી પ્રક્રિયા ઓફલાઈન કરવા કુલપતિને દબાણ કરી રહી છે ત્યારે બીજી બાજુ વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ તાજેતરમાં જ કુલપતિને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા માગણી કરી છે.

નહીં કે ઓફલાઈન આયોજન કરી પાછળ ધકેલાય. આગામી દિવસોમાં કુલપતિ સેનેટની પ્રક્રિયા ઓનલાઈન નહીં કરે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી જય મહેતાએ જણાવેલ છે કે રજિસ્ટર સેનેટની નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન કરવાથી પારદર્શકતા અને લોકશાહી જળવાય છે. 2017માં રજિસ્ટર સેનેટની પ્રક્રિયા ઓનલાઈન હતી જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતી.

આ પ્રક્રિયા ઓનલાઇન કરવાથી આજુબાજુના જિલ્લાઓ તથા વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા તથા જમા કરાવવા મુશ્કેલી પડશે નહીં. હાલ ડિજિટલ યુગ તરફ આપણે જઇ રહ્યા છીએ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ડિજિટલ યુગ તરફ આગળ વધે તે જરૂરી છે. અગાઉ ભાજપ પ્રેરીત સિન્ડિકેટ સભ્યોએ કુલપતિને રૂબરૂ મળી આગામી સિન્ડિકેટની ચૂંટણીની પ્રક્રિયા ઓફલાઇન કરવા માટે દબાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...