તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડ્યા પર પાટુ:ધોરાજીના મોટીમારડમાં વીજલાઇનમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી, ખેડૂતનો 16 વીઘા ઘઉંનો તૈયાર ઉભો પાક બળીને રાખ

ધોરાજી2 મહિનો પહેલા
આગ લાગતા જ ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.
  • તૈયાર ઘઉંનો ઉભો પાક બળી જતા ખેડૂતો ચિંતિત બન્યા

ધોરાજીના મોટીમારડ ગામે ખેડૂતના 16 વીઘાના ઘઉંના ઉભા પાકમાં વીજલાઈનમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતનો તૈયાર ઘઉંનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો હતો. બનાવના પગલે PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે નજર સામે જ તૈયાર પાક બળીને રાખ થઇ જતા ખેડૂતની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઇ છે.

આસપાસમાંથી ખેડૂતો આગ બૂઝાવવા દોડી આવ્યા
ધોરાજીના મોટીમારડ ગામના ખેડૂત રૂપેશભાઈ ધીરજભાઈ કાલરીયા તથા ગોપાલભાઈ ધનજીભાઈ રાવલીયાના ખેતરમાંથી પશ્ચિમ ગુજરાત વીજ પુરવઠાની લાઈન પસાર થાય છે. તેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી જતાં 16 વીઘા ઘઉંનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો હતો. ખેડૂતોનો ઉભો પાક બળી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ બનાવની જાણ થતા જિલ્લા પંચાયતના સભ્ય વિરલભાઈ પનારા તથા આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આગ કાબૂમાં આવી નહોંતી.

ટીમને સ્થળ પર મોકલી તપાસ કરી- નાયબ ઇજનેર
આ બનાવ અંગે ધોરાજી PGVCLના નાયબ ઈજનેર જે.એલ. અમૃતીયાએ જણાવ્યું હતું કે, ધોરાજીના મોટીમારડ ગામે ખેડૂતના ઘઉંના ઉભા પાકમાં વીજલાઈનમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. બનાવ અંગે PGVCLની ટીમ સ્થળ ઉપર મોકલીને રોજકામ સહિતની કાર્યવાહી કરાઇ છે.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અમને મોટુ નુકસાન પહોંચ્યુ- ખેડૂત
ખેડૂત રૂપેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે અમારા ઘઉંના ઉભા પાકમાં PGVCLની વીજલાઈનમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. આથી અમને મોટુ નુકસાન પહોંચ્યું છે. અમારો તમામ ઘઉંનો ઉભો પાક બળીને રાખ થઈ ગયો છે.

(ભરત બગડા, ધોરાજી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો