તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:રાજકોટમાં ધોરણ-12માં અભ્યાસ કરતી યુવતીને માતાએ ભોજન બાબતે ઠપકો આપતાં,ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પંખા સાથે ચૂંદડી બાંધી યુવતીએ આપઘાત કર્યો
  • પિતા ગેરેજમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

રાજકોટમાં ધો.12માં અભ્યાસ કરતી યુવતીને તેના માતાએ ભોજન બનાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પંખા સાથે ચૂંદડી બાંધી આપઘાત કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા ગામના મંગલમ પાર્ક-4 માં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી યશ્વી ચેતનભાઈ તલસાણીયા તેના રૂમમાંથી ભાર આવીને તેની માતા પાસે ગઈ હતી. જ્યાં માતાએ ભોજન બનાવવા બાબતે તેને ઠપકો આપ્યો હતો, આ વાતનું તેની ખોટું લાગી જતા યશ્વીએ ઘરમાં નીચેના માળે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા
થોડા બાદ પછી પરિવારજનો નીચે આવતાં યશ્વીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં દેકારો મચી ગયો હતો. પરિવારજનોએ તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ સિવિલમાં તેણીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પિતા ગેરેજમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે
પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાગળો કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, બે બહેન અને એક ભાઈમાં યશ્વી મોટી હતી. તેના પિતા ચેતનભાઇ ગેરેજમાં કામ કરે છે.યુવાનીના ઉંબરે પગ મુકી રહેલી આશાસ્પદ દિકરીના આ પગલાથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.