• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Mother Scolding St. A Student Of 7 Ran Away To Dwarka, Questioned The Teacher There Suspiciously, Handed Over To The Guardian.

ભાસ્કર વિશેષ:માતાએ ઠપકો આપતા ધો. 7નો વિદ્યાર્થી દ્વારકા ભાગી ગયો, ત્યાંના શિક્ષકને શંકા જતા પૂછપરછ કરી, વાલીને સોંપ્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાના શિક્ષકની સતર્કતાથી રાજકોટના વિદ્યાર્થીને તેના માતા-પિતા સુધી પહોંચાડ્યો

રાજકોટની સરકારી સ્કૂલનો ધોરણ 7નો વિદ્યાર્થી બુધવારે બપોરે અંદાજિત 12.30 વાગ્યે શાળાથી આવીને ઘેર સૂઈ ગયો. તેના મમ્મીને કહ્યું કે, પેટમાં દુ:ખે છે. ત્યારબાદ વિદ્યાર્થીના માતાએ બાળકને કહ્યું કે, તું રોજ રોજ બહાના કાઢ્યા કરે છે, તારા કાકા પાસે સર્વિસ કરાવીશ. ત્યારબાદ ટ્યૂશનમાં જવા સાંજે 4 વાગ્યે નીકળ્યો. વિદ્યાર્થીએ પોતાના દફતરમાં એક જોડી કપડાં અને ચાદર લીધા અને દ્વારકાની ટ્રેનમાં જતો રહ્યો અને દ્વારકા પહોંચી ગયો.

માતા-પિતાએ આખો દિવસ અને રાત બાળકની શોધખોળ કરી પરંતુ ક્યાંય ભાળ ન મળી. બીજે દિવસે દ્વારકામાં શિક્ષક ગિરધરભાઈને એક દફ્તર સાથે દ્વારકા બજારમાં એકલા બાળકને જોઈ શંકા જતા તેની પૂછપરછ કરી. તેમને લાગ્યું કે આ ઘરેથી નીકળી ગયો હોય એવું બાળક લાગે છે.

તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજકોટની સરકારી શાળામાં ધોરણ 7માં ભણે છે. દ્વારકાના તે શિક્ષકે રાજકોટના શિક્ષક વનિતાબેન રાઠોડને ફોન કર્યો અને કહ્યું, રાજકોટમાં સરકારી શાળામાં કોઈ જાણીતું હોય તો જણાવો કે ત્યાંનો ધોરણે 7નો એક વિદ્યાર્થી દફતર સાથે દ્વારકાની બજારમાં ફરે છે.

વનિતાબેને રાજકોટની જુદી જુદી શાળામાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તે વિદ્યાર્થી રાજકોટની જ સરકારી શાળાનો છે. વનિતાબેને તે શાળાના આચાર્યને ફોન કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે વિદ્યાર્થી જ ખોવાયો છે અને એમના માતાપિતા શોધખોળ કરી રહ્યાં છે. શાળાએ પણ આવ્યા હતા. આટલું જાણવા મળતા તુરંત જ દ્વારકાના શિક્ષક ગિરધરભાઈ જોશીને જાણ કરવામાં આવી અને ફોન કરતા જાણવા મળ્યું કે, એના પપ્પા પણ રાજકોટથી નીકળી ગયા છે. બાળકને લેવા માટે અને બાળકની ઓળખ થઈ ગઈ છે.

દ્વારકાના શિક્ષકે તે બાળકના પિતા દ્વારકા પહોંચ્યા ત્યાં સુધી તે બાળકને પોતાની પાસે બેસાડી રાખ્યો. ગિરધરભાઈની ચાંપતી નજરે આ ઓળખ્યું ન હોત તો કદાચ એ બાળક અંધારી દુનિયામાં ક્યાંક ખોવાઈ જાત, કદાચ એ બાળકનું ભવિષ્ય વિખાઈ જાત. કદાચ પુત્રની શોધ માટે તેના માતા-પિતાને આમતેમ ભટકવું પડે અને કદાચ ન થવાનું પણ થઈ ગયું હોય.

ગિરધરભાઈની સમયસર સૂઝને કારણે ખોવાયેલા બાળકનેએમના માતા-પિતા સુધી પહોંચાડવામાં જહેમત ઉઠાવી તેને બિરાદાવાઈ હતી.દ્વારકા પહોંચીને વિદ્યાર્થીના પિતાને હેમખેમ તે વિદ્યાર્થી સોંપ્યો ત્યારે વિદ્યાર્થીના પિતાએ પણ શિક્ષક ગિરધરભાઈનો આભાર માન્યો અને બાળક સલામત રીતે પોતાના પિતા સાથે ઘેર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...