હુમલો:ઉપલેટાના મોટીપાનેલીમાં મંદિરના ઓટા પર બેસેલા યુવાન પર બોથડ પદાર્થના ઘા ઝીંકી ખૂની હુમલો, માતાએ ભાયાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરી

ઉપલેટા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માથામાં હેમરેજ અને શરીરે ફ્રેકચર થતા યુવાનની હાલત ગંભીર
  • બુમાબુમ કરતા માતા તુરંત દોડી આવતા પુત્ર બેભાન હાલતમાં પડ્યો હતો

ઉપલેટાના મોટીપાનેલી ગામમાં ઘાતક હુમલાનો બનાવ સામે આવ્યો છે જ્યાં મંદિરના ઓટા પર બેસેલા યુવાન પર બોથડ પદાર્થના ઘા ઝીંકી ખૂની હુમલો થતા સનસનાટી મચી જવા પામી છે. આ મુદ્દે ઈજાગ્રસ્ત યુવકની માતાએ ભાયાવદર પોલીસ મથકમાં માંડાસણના કૌશિક પટેલ વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ દાખલ કરી છે જેને પગલે ભાયાવદર પોલીસે ખૂની હુમલો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

'એ... બા....' કહી રાડ પાડી હતી
આ મુદ્દે ઈજાગ્રસ્ત યુવકની માતા નીમુબેન મોહનભાઇ દેવમોરારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મજુરીકામ કરી મારૂ ગુજરાન ચલાવુ છુ.હુ મારા ઘરવાળા આજથી ચારેક વર્ષ પહેલા અવસાન પામેલ છે અને મારે સંતાનમા 1 દિકરો તથા 1 દિકરી છે. આજથી બે દિવસ પહેલા મારો દિકરો યોગેશ મહાદેવના મંદીરના ઓટા ઉપર બેઠો હતો અને હું મંદીરના બગીચામા સફાઇ કરવાનું કામ કરતી હતી. આશરે સાડા દસ વાગ્યાનો સમય થયેલ ત્યારે મારા દિકરા યોગેશએ અચાનક 'એ... બા....' કહી રાડ પાડી હતી

કપાળના ભાગે તથા નાક ઉપર લોહી નીકળતું હતું
વધુમાં ફરિયાદએ જણાવ્યું હતું કે, તેથી તુરંત હું બગીચામાંથી દોડીને મંદીર પાસે જતા મારો દિકરો જમીન ઉપર ઉધો પડેલ હતો.જેથી મે સીધો સુવડાવતા કપાળના ભાગે તથા નાક ઉપર છોલાયેલના નિશાન હતા અને લોહી નિકળેલ હતુ.તેમજ બેભાન હાલતમા હતો. મંદીરની બહાર નિકળતા મોટર સાયકલનો અવાજ આવતા મે જોયેલ તો માંડાસણ ગામનો કૌશીક પટેલ(ઉ.વ.35) હતો અને અમારા ગામના નાના છોકરાઓ મંદીરની બાજુમા રમતા હતા. જેઓને મે આ મારા દિકરાની વહુ ઇલાબેનને ગામમા બોલાવવા મોકલેલ હતા.

રીક્ષામાં સરકારી દવાખાને લઈ ગયા
વધુમાં ફરિયાદએ જણાવ્યું હતું કે, મંદીરની બાજુમા એક બીજા ભાઇ રહે છે.તેમને રીક્ષા હોય તેને બોલાવી રીક્ષામા મારા દિકરાને સુવડાવી હુ મોટીપાનેલી ગામે સરકારી દવાખાને મારા દિકરાને સારવાર માટે દાખલ કર્યો હતો. ત્યારે મારા દિકરાની વહુ ઇલાબેન પણ દવાખાને આવી ગયેલ હતા અને ડોકટરે મારા દિકરાને પ્રાથમીક સારવાર આપી હતી.

માથામાં હેમરેજ અને શરીરે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા
વધુમાં ફરિયાદએ જણાવ્યું હતું કે, ત્યાંથી ડોકટરે અમને ઉપલેટાજવાનુ કહેતા 108માં મારા દિકરાને સુવડાવી મારા દિકરાની વહુ ઇલાબેન ઉપલેટા સાથે ગયેલ અને હું મારા દિકરાના છોકરાઓ ઘરે હોય જેથી તેના ઘરે જતી રહેલ ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઇ જતા તેમને માથામાં હેમરેજ અને શરીરે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હોવાનું અને હાલ બેભાન હોવાનું જણાવ્યું હતું. હાલ આ અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.