તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ હિંસા:સાસુના મેણાંટોણાં, ‘ તું પૈસા ન આપે તો અમારે આવી વહુ શું કામની’

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શિક્ષિકા પર પતિ, સાસુ-સસરાનો ત્રાસ

સામાન્ય બાબતોએ દાંપત્ય જીવનમાં પડતી તિરાડો સમાજ માટે લાલબત્તી સમાન છે. શહેરમાં ઘરેલુ હિંસાના બનાવો રોજિંદા બની ગયા છે. ત્યારે વધુ એક બનાવ અંગે હાલ રૈયારોડ, કૈલાસધારા પાર્ક-3માં માવતરે રહેતી બિન્ની નામની શિક્ષક પરિણીતાએ મહેસાણાના વિસનગર રહેતા પતિ જિગ્નેશ, સસરા રાજેન્દ્રભાઇ માધવલાલ શાહ અને સાસુ જ્યોત્સનાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખાનગી શાળામાં નોકરી કરતી બિન્નીબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન 2019માં ડીસા પંથકમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા જિગ્નેશ સાથે થયા હતા.

લગ્ન બાદ થોડો સમય વિસનગર રહ્યાં હતા. બાદમાં પતિએ રાજકોટમાં મકાન ખરીદ્યું હોય પોતે સાસુ-સસરા સાથે રહેતી હતી. પતિ રજાના દિવસોમાં રાજકોટ આવતા હતા. દરમિયાન લોકડાઉન થતા પતિ રાજકોટ આવી ગયા હતા. ત્યારે લોકડાઉનના સમયમાં પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી ગાળો દેતા હતા. માતા-પિતાને ત્યાં જવા પણ દેતા નહિ. હું કહું તેમ જ થવું જોઇએ અને જો તેમ ન થાય તો પતિ ઝઘડો કરી હાથ પણ ઉપાડી લેતા હતા. એટલું જ નહિ પોતે પણ ખાનગી શાળામાં નોકરી કરતા હોવાથી પતિ પગારના પૈસા પોતાને આપી દેવાનું અને જો નહિ આપે તો મારે કોઇ સંબંધ રાખવો નથીનું કહેતા.

આ સમયે સાસુ પણ પતિને સાથ આપી ઘરમાં તું પૈસા ન આપે તો અમારે આવી વહુ શું કામની તેવું કહી મેણાંટોણાં મારતા હતા. પતિ તેમજ સાસુ-સસરાની હેરાનગતિ વધતા પોતે માવતર જતી રહી હતી. બાદમાં માતા-પિતા આ મુદ્દે વાતચીત કરવા જતા સાસુ-સસરા કહેતા કે મારા દીકરાનો સ્વભાવ તો આવો જ રહેશે. તમારી દીકરી નોકરી કરે છે તો પગાર અમને આપવો જ પડશે તેમ કહી સમાધાન કર્યું ન હતું. જેથી પોલીસમાં પણ અરજી કરી હતી. પોલીસે પણ સમાધાનના પ્રયાસો કર્યા પરંતુ પ્રયત્નો નિષ્ફળ જતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો