શહેરના જંક્શન પ્લોટ, સિંધી કોલોનીમાં છેલ્લા 11 મહિનાથી બહેન સાથે રહેતી મોનિકા નામની પરિણીતાએ જૂનાગઢના માળીયા ગામે રહેતા પતિ મનીષ, સસરા હરેશભાઇ ભેરૂમલ આહુજા, સાસુ ગુણવંતીબેન, દિયર સુમિત સામે મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.7-3-2021ના રોજ થયા છે. લગ્નના ત્રણ દિવસ બાદ જ સાસુએ ઘર બતાવી આખું મકાન મારું છે. હું કહુ એટલું જ થાય છે. તું શહેરની હોય તો હવા કાઢી નાખજે, હું કહું એમ જ અહીં રહેવું પડશે તેમ કહી માવતરેથી પૈસા લઇ આવવા દબાણ કરતા હતા.
અને માવતરેથી આણામાં જે નથી લાવી તે લઇને આવ. એટલું જ નહિ સાસુ ઘરમાં હાલતા ચાલતા પોતાને પાટા મારી જતા રહેતા. દિયર અને સસરા પણ યેનકેન પ્રકારે મેણાં મારતા હતા. પતિને ચડામણી કરી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ કરાવતા રહેતા હતા. પોતાને ડાયાબિટીસની બીમારી હોય પૂરતું જમવાનું પણ આપતા નહિ જેને કારણે તબિયત અવારનવાર બગડતી જતી હતી. દરમિયાન ગત નવરાત્રિના દિયરે રાજકોટ રહેતી બહેનને ફોન કરી મોનિકાની સારવારનો ખર્ચ અમે પૂરો કરી શકતા નથી.
જેથી તેનો ખર્ચો રૂ.10 લાખ આપી દો. ત્યારે બહેને હવે તે તમારા ઘરની પુત્રવધૂ છે તેની જવાબદારી તમારી હોય અને ખર્ચો ન કરી શકતા હોવ તો સરકારી દવાખાનામાં સારવાર કરાવોની વાત કરી હતી. આમ શારીરિક-માનસિક ત્રાસને કારણે પોતાની તબિયત બગડતા પિયર મૂકવાના બહાને પતિ મનીષ પોતાને રાજકોટ રેલવે સ્ટેશન પર તરછોડીને જતા રહ્યાં હતાં. લાંબા સમય માવતરે રહેવા છતાં પતિએ પોતાની દરકાર કરવાને બદલે છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હોય અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.