તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હોટેલ, હોસ્પિટલ, આઇસ્ક્રીમ પાર્લર, મોલ સહિત 97 સ્થળે મચ્છરના લારવા મળ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડી માર્ટ, ફોર્ચ્યુન હોટેલ, જડ્ડુસ, રિજેન્ટા, લિજ્જત પાપડ, પ્રેમ વાટિકા, આસ્થા હોસ્પિટલ, સેલવાસ સાઉથ, ગિરિરાજ સહિતના સંચાલકોને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં જુદા જુદા સ્થળો પર મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવતા મચ્છરોના રોગોને નિયંત્રણમાં લેવા માટે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે શહેરની નામાંકિત હોટેલ, મોલ, આઇસ્ક્રીમ પાર્લર, હોસ્પિટલમા઼ મચ્છરના લારવા મળી આવતા નોટિસ ફટકારી છે અને રૂ.24500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મનપાની ટીમે 130 સ્થળો પર ચેકિંગ કરતા 97 સ્થળો પર મચ્છર ઉત્પતિ જોવા મળતા નેાટિસ ફટકારી છે અને દંડ વસૂલ કર્યો હતો. મનપાએ 150 ફૂટ રિંગરોડ પર ફોચ્યુન હોટેલ, કાલાવડ રોડ ડી માર્ટ, જડુશ રેસ્ટોરન્ટ, રિજેન્ટા હોટલ, લીજ્જત પાપડ, પ્રેમ વાટીકા, સત્યસાંઇ રોડ પર બાલાજી ડાઇનીંગ હોલ, સ્વાદ ડાઇનીંગ હોલ, અક્ષર માર્ગ એન્જલ મદ્રાસ કાફે, સાધુવાસવાણી રોડ સેલવાસ સાઉથ ઇન્ડીયન, દાવત ફેમીલી રેસ્ટોરન્ટ, મોન્સ ઢોસા પાર્લર, જાનકી ફાસ્ટ ફુડ, મવડી ચોકડી ગીરીરાજ રેસ્ટોરેન્ટ, કુવાડવા રોડ મઘુભાઇ ચેવડાવાળા, અટીકામાં શ્રીરામ સ્ટીલ કાસ્ટીંગ, કલ્યાણ ઇન્ડ્રસ્ટ્રીઝ, ડેલ્ટા હાઇડ્રોલીક, સદર બજારમાં રવી પેલેસ હોટલ, પાર્ક ઇન હોટલ, જેનીસ પેલેસ, પંકજ રેસ્ટોરન્ટ, સહજાનંદ રેસ્ટોરન્ટ, કનક રોડ વાત્સલ્ય હોટલ, જંકશન ગુડલક ગેસ્ટ હાઉસ, અમૃત રેસ્ટોરન્ટ, ઘનશ્યામ રેસ્ટોરેન્ટ, સ્વામીનારાયણ ચોક શ્યામ ચાઇનીઝ પંજાબી, ગોડલ રોડ મહીરાજ રેસ્ટોરન્ટ, કુવાડવા રોડ આન હોન્ડા, દિપકકુમાર એન્ડ સેલ્સ, ઘિરજ ફરસાણ, સોરઠીયા રેસ્ટોરેન્ટ, ભાવનગર રોડ બાલાજી રેસ્ટોરેન્ટ, આનંદ રેસ્ટોરેન્ટ, શિવશક્તિ ટી સ્ટોલ, અતુલ આઇસ્ક્રીમ, પાલવ આઇસ્ક્રીમ, મુરલીઘર ચેમ્બર, સ્વાતિપાર્ક મેઇન રોડ ક્રિષ્ના વે બ્રિજ, સાધુવાસવાણી રોડ રેડ એપલ હોટલ, ઓમ ફેમીલી હેાટલ, બજરંગ ઠોસા, જય સોમનાથ રેસ્ટોરેન્ટ, રવેચી હોટલ, મટુકી હોટલ, ખોડિયાર ડાઇનીંગ હોલ, પાટીદાર ચોક શિવ ટાયર, બોમ્બે હાઇસ બોર્ડ ગેલેક્ષી મોર્ટસ, બાંધકામ સાઇટ એ વન, ગોલ્ડનવ્યુ, કુવાાડવા રેાડ પર આસ્થા હોસ્પિટલ, ખોડીયાર ડેરી કુવાડવા રોડ, ભગીરથ સોસાયટી બાંધકામ સાઇટ, સિલ્વર બેકરી, ડિવાઇ હોસ્પિટલ, ન્યુ રાજમંદિર રેસ્ટોરેન્ટ, નોવા હોટેલ, યશ હોટેલ કિંગ પેલેસ હોટેલ સહિતના સ્થળોથી મચ્છરના લારવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...