રાજકોટના સમાચાર:અતુલ મોટર્સ, ભાભા હોટલ, વેલનેસ હોસ્પિટલ સહિત 27 જગ્યાએથી મચ્છરના બ્રિડીંગ મળ્યા, 67 હજારનો દંડ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મચ્છરના બ્રિડીંગ મળતા સ્થળ પર જ દંડ વસૂલાયો - Divya Bhaskar
મચ્છરના બ્રિડીંગ મળતા સ્થળ પર જ દંડ વસૂલાયો

રાજકોટમાં ડેન્ગ્યુ રોગચાળા અટકાયતી માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે હોટલ, રેસ્ટોરેન્ટ, બાંધકામ સાઇટ, હોસ્પિટલ સહિત 38 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 સ્થળના માલિકને નોટિસ અને અતુલ મોટર્સ, ભાભા હોટલ, વેલનેસ હોસ્પિટલ સહિત 27 સ્થળના માલિક પાસેથી મચ્‍છર ઉત્‍પતિ બદલ રૂ.67,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્‍યો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

મચ્છરના બ્રિડીંગ મળતા જવાબદારને દંડ ફટકાર્યો.
મચ્છરના બ્રિડીંગ મળતા જવાબદારને દંડ ફટકાર્યો.

17મીએ મનપાની સામાન્ય સભા, ભાજપના જ પ્રશ્નો પહેલા
રાજકોટ મહાપાલિકાની દ્વિમાસિક સામાન્ય સભા આગામી તા.17ના શનિવારે સવારે 11 વાગ્યે બોલાવવા મેયર ડો. પ્રદિપ ડવે એજન્ડા બહાર પાડયો છે. અગાઉના બે બોર્ડમાં વિપક્ષના પ્રશ્નો ક્રમમાં સૌપ્રથમ હોય, ગરમાગરમ ચર્ચાઓ અને શાળા-કોલેજોના બાંધકામ, બાકી વેરા, નોટીસ સહિતના મામલે તડાપીટ બોલી હતી. આજે એજન્ડા બહાર પડયા બાદ ચિઠ્ઠી નાંખીને ક્રમ નકકી કરવામાં આવતા 1 થી 14 સુધીના ક્રમે ભાજપના જ સભ્યોના પ્રશ્નો ઉપર રહ્યા છે.

ચર્ચાની શરૂઆત શાસક પક્ષના સભ્યોથી..
આગામી બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાની શરૂઆત શાસક પક્ષના સભ્યોથી થવાની છે. આથી મોટા ભાગે સરકારી અને રેકર્ડ પર હોય તેવી માહિતી સાથેની ચર્ચા થાય તેવું લાગે છે. 15માં ક્રમે વિપક્ષી નેતાનો પ્રશ્ન છે. તો બપોર સુધી આપમાં જોડાયેલા બે સભ્યો પૈકી કોઇના પ્રશ્ન રજૂ થયા ન હતા. રાજકોટમાં હાલ ધોવાઇ ગયેલા રોડ, મોટા બાકી રીપેરીંગ, રોગચાળો, બ્રિજ સહિતના અનેક અધુરા પ્રોજેકટ જેવી કોઇ વિગતો કોઇ ચૂંટાયેલા લોકોએ પૂછી નથી. જે પ્રશ્ન જ લોકો મહિનાઓથી તંત્રને પૂછી રહ્યા છે.

એસ્ટ્રોન ચોકમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગ લાગી હતી.
એસ્ટ્રોન ચોકમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગ લાગી હતી.

એસ્ટ્રોન ચોકમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગ લાગી
રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગ લાગ્યાની જાણ થવાને પગલે ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે આગને કારણે ધૂમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...