તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં ડી માર્ટ, હોટલ અને ઈન્ડસ્ટ્રીઝ સહિત 90 સ્થળો પરથી મચ્છરોના બ્રીડિંગ મળ્યાં, 24,500નો દંડ ફટકાર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું

રાજકોટ મનપાની મલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન ડી માર્ટ, હોટલ અને ઇન્ડસ્ટ્રીઝ સહિત 130 સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 90 સ્થળ પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવતા 24,500નો દંડ અને નોટિસ ફટકાવામાં આવી છે. લિફ્ટના ખાડા, સેલરમાં વરસાદી પાણી એકત્ર થયેલું જોવા મળ્યું હતું. આ પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા હતા.

90 પ્રિમાઈસીસને તંત્રએ નોટિસ ફટકારી
ફોર્ચ્યુન હોટેલ, ડી માર્ટ, રિલાયન્સ મોલ, લીજ્જત પાપડ, હોટલ જડ્ડુસ, અલુત આઈસ્ક્રીમ, આસ્થા હોસ્પિટલ, બીનાકા રેસ્ટોરન્સ સહિત 90 પ્રિમાઈસીસ પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યાં હતાં. જેથી તંત્રએ તમાને નોટિસ ફટાકારી 24 હજાર 500નો દંડ વસૂલ કર્યો છે.

મચ્છરજન્ય રોગોથી બચવા સાફસફાઈ રાખવી​​​​​​​
મચ્છરોના બ્રીડિંગ માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્‍ટના ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજામાં જમા રહેતા પાણીમાં આ મચ્‍છર ઇંડા મૂકે છે. જેમાંથી 7-12 દિવસમાં પુખ્‍ત મચ્‍છર બને છે. જેના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેને અટકાવવા માટે બિનજરૂરી ડબ્બા ડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવા, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરવું, પાણીની સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો ઢાંકીને રાખવા, અગાશી, છજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો, છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો, ડેન્‍ગ્‍યુના મચ્‍છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા જોઈએ. જેથી ડેન્ગ્યુ જેવા રોગોથી બચી શકાય.