કોરોના રાજકોટ LIVE:મૃત્યુઆંક ઘટ્યો,24 કલાકમાં 5ના મોત, બપોર સુધીમાં 15 કેસ નોંધાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 4 દુકાન સીલ

રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં લાંબા સમયબાદ ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે પણ 5 દર્દીના મોત થયા હતા જે પૈકી 1 દર્દીનું કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યાં આજે બપોર સુધીમાં 15 કેસ નોંધાયા છે.શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 41680 પર પહોંચી છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 4 દુકાન સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ-સામાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા 4 વ્યવસાયિક એકમો ખોડીયાર ટી. સ્ટોલ, એરપોર્ટ રોડ, દેવ મોબાઈલ એસસરીઝ, પેડક રોડ, શિવાલય પાન, પેડક રોડ અને ગોકુલ ફૂડ, પેડક રોડ ને ચાર દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

ગોંડલમાં PGVCLના ઇન્કવાયરી ઓફિસરનું કોરોનાના કારણે નિધન
ગોંડલમાં PGVCLમાં ઇન્કવાયરી ઓફિસર તરીકે ફરજ બજાવતાં આશાસ્પદ યુવાન મનસુખભાઇ પાતરનું કોરોનાના કારણે નિધન થતાં પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે. બે વર્ષ પહેલા બહેને કિડનીનું દાન આપી જીવન બક્ષ્યું હતું. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ મનસુખભાઈ દ્વારા આશરે બે વર્ષમાં એક પણ રજા પાડવામાં આવી ન હતી અને ખરા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા હતા ફરજ દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા તેઓના અકાળે નિધનથી ત્રણ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમગ્ન બન્યો હતો

મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દી સારવાર હેઠળ
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દી નોંધાયેલા છે, જે પૈકી 5 ઓપરેશન થિયેટર પર સતત ઓપરેશન ચાલુ રાખી રોજનાં 15થી 20 ઓપરેશન કરી કુલ 250થી વધુ દર્દીનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે, જ્યારે હજુ પણ 350થી વધુ દર્દી ઓપરેશનના વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે 5 ઓપરેશન થિયેટર કાર્યરત છે એમાં વધારો કરી નવાં 3 ઓપરેશન થિયેટર ઉમેરી ઓપરેશન ક્ષમતા વધારી વેઇટિંગ ઓછું કરવા પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, એ બાદ 8 OT શરૂ થતાં દિવસ દરમિયાન જે 20 ઓપરેશન થાય છે એ વધીને સંખ્યા 32 સુધી પહોંચે એવી શક્યતા જોવાઇ રહી છે, જેને કારણે મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે દર્દીના વેઇટિંગ સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...