તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડા જાગૃત બન્યા:ગોંડલના ભુણાવા ગામમાં કોરોનાના ત્રણથી વધુ કેસ નોંધાયા, 10 દિવસ સુધી ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ

ગોંડલ12 દિવસ પહેલા
  • ગામમાંથી બહાર જવાનું થાય તો ગ્રામ પંચાયતને જાણ કરવી પડશે

હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કોરોના વકર્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ભુણાવા ગામમાં કોરોનાના ત્રણ કેસ આવતાની સાથે જ કોરોના મહામારી સામે ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાય નહિ તે માટે ભુણાવા ગામે દસ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 10 દિવસ માટે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે.

જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ
પ્રાપ્ત વિગતો મુજબ કોરોના ની બીજી લહેર ને કાબુમાં લેવા સરકારી અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે તેને સહકાર આપવાના ભાગરૂપે અને ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાઈ નહીં તે હેતુથી ગોંડલ તાલુકાના ભુણાવા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા દ્વારા તાકીદે ગ્રામજનો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું તેમાં સર્વાનુમતે દસ દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગામમાં દસ દિવસ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી હોવાનું જણાવાયું હતું.

ગામમાંથી બહાર જવાનું થાય તો ગ્રામ પંચાયતને જાણ કરવી પડશે
આ સાથે ભુણાવા ગામના ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે લોકો એ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને શરદી તાવ કે ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો તાકીદે સારવાર મેળવી લેવી જેથી ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે, લુણાવા ગામમાં બહારગામથી આવતા કોઇ ફેરીયાઓએ પ્રવેશ ન કરવો તેમજ ગ્રામજનોને ફરજિયાત પણે બહાર આવવા જવાનું થાય તો ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે જેની નોંધ લેવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો