સ્ટેન્ડિંગની બેઠક:રાજકોટમાં 34 દરખાસ્તો માટે રૂ.4 કરોડથી વધુથી રકમ મંજૂર, ધાર્મિક સ્થળોએ ઇંડા અને નોન-વેજની લારીઓ હટાવવા એક ડ્રાઈવ કરવાનો નિર્ણય

રાજકોટ20 દિવસ પહેલા
રાજકોટ મનપા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી.
  • ઈંડાની લારીઓની ઝુંબેશને લઇ કોર્પોરેટર નેહલ શુક્લએ તરફદારી કરતા સાથી કોર્પોરેટરોમાં આશ્ચર્ય થયું

રાજકોટમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના 48 રાજમાર્ગો પર કોઈ પણ પ્રકારનું દબાણ હશે તો દૂર કરવામાં આવશે તમામ વિભાગોને દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. આજે 34 દરખાસ્તો માટે રૂ.4 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે. તેમજ કોર્પોરેટરે નેહલ શુક્લએ કામ થતા નથી અને ભ્રષ્ટાચારની ફાઈલની તપાસ થતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ધાર્મિક સ્થળોએ ઇંડા અને નોન-વેજની પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તે માટેની પણ એક ડ્રાઇવ ચોક્કસથી થશે તેવું પુષ્કર પટેલે જણાવ્યું હતું.

બંધ બારણે મળેલી બેઠકમાં ધમાસણ થયાની ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં દબાણ દૂર કરવાની ઝુંબેશને લઇને કોર્પોરેટર નેહલ શુક્લએ રજુઆત કરી હતી. વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુક્લએ રજુઆત કરી દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરતા પહેલા કોર્પોરેટરોને વિશ્વાસમાં લેવાની વાત કરી હતી. લારી-ગલ્લાના સંચાલકો દબાણ દૂર થતા કોર્પોરેટને રજૂઆત કરવા પહોંચે છે. આથી કોર્પોરેટરોને વિશ્વાસમાં લઇ દબાણ દૂર કરવા જોઇએ. જોકે ઈંડાની લારીઓની ઝુંબેશને લઇ નેહલ શુક્લએ તરફદારી કરતા સાથી કોર્પોરેટરોમાં આશ્ચર્ય થયું હતું. સ્ટેન્ડિંગની બંધ બારણે બેઠક મળી હતી. જોકે અંદર કોર્પોરેટરો વચ્ચે ધમાસણ થયાની ચર્ચા ઉઠી છે.

34 દરખાસ્તોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી.
34 દરખાસ્તોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી.

પ્રદ્યુમનપાર્કમાં બે બેટરી ઓપરેટ કાર ખરીદી છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે 34 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યત્વે પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ માટે બ્રિડિંગ સેન્ટર નવું બનાવવામાં આવશે. બે બેટરી ઓપરેટર કાર સ્ક્રેપ થઇ છે તો તેની જગ્યાએ બે નવી કાર ખરીદી છે. જૂના બિલ આજે આવ્યા હતા તે દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે. ઈંડા અને નોન-વેજની લારી પૂરતું નથી પણ જે કોઇએ પણ દબાણ કર્યું હશે તે તમામ 48 રાજમાર્ગો પરથી દબાણ દૂર કરાશે.