તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટે:રાજકોટમાં 9 દિવસમાં 900થી વધુ લોકો અમદાવાદથી આવ્યા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 1677 પરિવારના 5627 લોકો હોમ ક્વોરન્ટાઇન

રાજ્ય સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવેશ કરવાની છૂટ 4 મેથી આપી છે. ત્યારથી મહાનગરપાલિકાએ શહેરમાં પ્રવેશ કરવાના સાત મુખ્ય પોઇન્ટ પર આરોગ્ય પરીક્ષણ કરી તેમને હોમ ક્વોરન્ટાઇન કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદથી 236 પરિવાર (અંદાજે 900થી વધુ લોકો) રાજકોટમાં આવ્યા છે. શહેરમાં 1677 પરિવારના કુલ 5627 લોકો રાજકોટમાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આજ સુધીમાં અમદાવાદમાંથી 236 પરિવાર, સુરતમાંથી 144 પરિવાર, વડોદરામાંથી 59 પરિવાર, દિલ્હીમાંથી 17, મુબંઇમાંથી 50 પરિવાર, બેંગલોરમાંથી 11, નવસારીમાંથી 5, જૂનાગઢમાંથી 130, જામનગરમાંથી 51, ઇન્દોરમાંથી 16 પરિવાર, જયપુર, જમ્મુ, ગોવા, ગોરખપુરમાંથી એક એક પરિવાર, જોધપુરમાંથી 10, વાહેદ 30, પુણે 29, રાઇગઢ 5, રાયપુર 4,  ઉદયપુર, ઉજ્જૈન, વારાણસીમાંથી બે બે પરિવાર સહિત 1677 પરિવારના કુલ 5627થી વધુ સભ્યોએ રાજકોટમાં પ્રવેશ કર્યો છે.
રાજકોટમાં સાતમા દિવસે તમામ રિપોર્ટ નેગેટિવ
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના શંકાસ્પદ વ્યક્તિઓના 62 સેમ્પલ લીધા છે. 12 મેના રોજ લેવામાં આવેલા સેમ્પલમાંથી રાજકોટ શહેરના તમામ 54 સેમ્પલનું પરિણામ નેગેટિવ જાહેર થયું છે. જ્યારે રાજકોટ જિલ્લા તેમજ અન્ય વિસ્તારના 29 સેમ્પલમાંથી રાજકોટ ગ્રામ્યનું એક અને એક અન્ય જિલ્લાનું પરિણામ પેન્ડિંગ છે. બાકીના તમામ એટલે કે 27  સેમ્પલ નેગેટિવ જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો