તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • More Than 80 Per Cent Of The Population In 37 Of The 41 Villages And 60 Per Cent Of The Population In The Remaining 4 Villages Were Vaccinated

લોધિકા બન્યું મોડેલ:41માંથી 37 ગામની 80 ટકાથી વધુ અને બાકીના 4 ગામની 60 ટકા વસ્તીએ રસી લીધી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનોને સમજાવતા અધિકારી - Divya Bhaskar
ગ્રામજનોને સમજાવતા અધિકારી
  • રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં 85 ટકા રસીકરણ, સૌથી વધુ વેક્સિનેશન ધરાવતો તાલુકો બન્યો
  • પ્રાંત અધિકારીએ થ્રિ-લેયર પ્લાનિંગ કર્યું, અંધશ્રધ્ધા અંગે ગામના લોકોના ઉદાહરણ બતાવી રસી માટે ઉત્સાહિત કર્યા

રાજકોટના 11 તાલુકાઓમાંથી લોધિકા એકમાત્ર તાલુકો છે જેના તમામ ગામોમાં 50 ટકાથી વધુ રસીકરણ થઈ ગયું છે. 41માંથી 37 ગામમાં 80થી વધુ બે ગામમાં 100 તેમજ 4 ગામમાં 60 ટકાથી વધુ રસીકરણ થતા લોધિકા તાલુકો 85 ટકા કવરેજ ધરાવતો રાજકોટનો પહેલો તાલુકો બન્યો છે અને આ સાથે વેક્સિન મહત્તમ લોકો સુધી કઈ રીતે પહોંચે તેનો આદર્શ નમૂનો બન્યો છે. વેક્સિનેશનમાં અંધશ્રધ્ધા અને ડર સામે લડવા માટે રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ થ્રિ-લેયર પ્લાન બનાવ્યો હતો.

ગામમાં જે લોકો વેક્સિન લઈ રહ્યા છે તેના પર સૌથી પહેલા ધ્યાન આપ્યું અને પ્રથમ પ્રયત્ને ઝડપથી રસીકરણ કરાવ્યું. આ પહેલો તબક્કો હતો, બીજા તબક્કામાં ટીડીઓ અથવા મામલતદાર જે વિસ્તારમાં રસીકરણ ઓછું થાય ત્યાંના સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક કરીને લોકોને સમજાવતા જેથી અગ્રણીઓ મારફત પણ રસીકરણ વધ્યું. આ પ્રકારના પ્લાનિંગ અને કોમ્યુનિકેશનથી વેક્સિનેશન વધતું ગયું. હાલ 85 ટકા છે અને થોડા જ સમયમાં 100 ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.’

ગામોને જિલ્લા પંચાયતની બેઠક મુજબ વહેંચી લીધા
પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે લોધિકાના તાલુકાના ગામોને જિલ્લા પંચાયતની બેઠક મુજબ વહેંચી લીધા હતા. એક બેઠક ટીડીઓ અને બીજી બેઠકની જવાબદારી મામલતદાર સોંપાઈ હતી. આ બેઠકોના ગામોમાંથી જે જે ગામમાં ઓછું રસીકરણ થાય છે તેની ઝડપથી ઓળખ કરવાની હતી અને પછી તે ગામોમાં તબક્કાવાર આયોજન કરવામાં સરળતા રહી હતી.

મૌલાનાએ રસી લીધી એટલે બધા તૈયાર થયા
હરીપર(તરવડા)માં મુસ્લિમ વસતી વધારે છે ત્યાં શરૂઆતમાં રસી અંગે અફવાને કારણે લોકોમાં ડર હતો. સરપંચના પરિવારે સૌથી પહેલા રસી લીધી તેને કારણે થોડો વિશ્વાસ આવ્યો આમ છતાં ડર ન જતા પ્રાંત અધિકારીએ ગામના મૌલાનાને મળ્યા અને તેમણે આરોગ્ય કેન્દ્ર જઈ રસી લીધી ત્યારબાદ લોકો રસી લેવા માટે તૈયાર થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...