• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • More Than 80 Applications Were Received In 120 Days To Start Hallmark Center, 70% Operation Completed, Now Marking Is Done On Jewelery At Home

ભાસ્કર વિશેષ:હોલમાર્ક સેન્ટર શરૂ કરવા 120 દિવસમાં 80થી વધુ અરજી આવી,70% કામગીરી પૂરી, હવે દાગીના પર ઘરઆંગણે થાય છે માર્કિંગ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા હોલમાર્ક કરવા માટે 10 કલાકનો સમય લાગતો હતો હવે બે દિવસ થાય છે

સોનાના દાગીના પર ફરજિયાત હોલમાર્કના નિયમને કારણે રાજકોટના હોલમાર્ક સેન્ટરમાં કામનો ભરાવો થઇ ગયો હતો. સમયસર દાગીના પર હોલમાર્ક થઈ જાય તે માટે દાગીના ગોંડલ, જૂનાગઢ, જામનગર, અમદાવાદ મોકલવા પડતા હતા. ફરજિયાત હોલમાર્ક નિયમને કારણે જુલાઇથી ઓક્ટોબર માસ સુધી એટલે કે 120 દિવસમાં રાજકોટમાં હોલમાર્ક સેન્ટર- લેબ શરૂ કરવા માટે 80 થી વધુ અરજી- ઈન્કવાયરી આવી છે. તેમ જ્વેલરી ફોર ફેક્ટરીના કન્સલ્ટન્ટ દીપકભાઈ આડેસરા જણાવે છે. હોલમાર્ક માટે 30 નવેમ્બર સુધીની મુદત છે.

હાલમાં સેન્ટરમાં રાબેતા મુજબના કામકાજ થઇ જતા દાગીના પર ઘરઆંગણે જ હોલમાર્ક થઇ જાય છે. એટલું જ નહિ 70 ટકાથી વધુ દાગીના પર હોલમાર્કિંગની કામગીરી પૂરી થઈ ગઇ હોવાનું સોની વેપારી જણાવે છે. જો 30 નવેમ્બર બાદ કોઈ ફેરફાર આવે તો આગળની રણનીતિ ઘડવા માટે હજુ કેટલાક વેપારીઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે.તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના મેમ્બર રમેશભાઈ લોલારિયા જણાવે છે.

નિયમમાં સ્પષ્ટતા અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ, શહેર બહાર લેબ ખોલવાથી મુશ્કેલી વધે
ફરજિયાત હોલમાર્કના કેટલાક નિયમોમાં સ્પષ્ટતા અને સંકલનનો અભાવ જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ સોની વેપારીઓમાં ઊઠી છે. નિયમને અનુસરીને લેબ અથવા તો હોલમાર્ક સેન્ટર એ સિટી એરિયાની બહાર ખોલવામાં આવે તો વાસ્તવિક રીતે શક્ય નથી. કારણ કે, સોનીબજાર એ શહેરની અંદર આવેલી છે. સોનાના દાગીનાની હેરફેર સુરક્ષા વગર શક્ય નથી. તેમજ ઇમર્જન્સીના સમયમાં માલ મોકલવો અને મગાવવો ઘણો સમય માગી લે છે.

આથી વેપારમાં પણ ઘણી અસર આવે. વેપારના કામકાજ દરમિયાન આ રીતે સમય વેડફવો પોષાય નહિ. જીપીસીબીમાં પૂછપરછ કરી તો તેમને સ્થાનિક તંત્રની મંજૂરી લેવા જણાવ્યું. આમ, સંકલન અને સ્પષ્ટતના અભાવે લેબ ક્યાં શરૂ કરવી એ અંગે હજુ મૂંઝવણ છે. હોલમાર્કિંગની પ્રક્રિયા માટે હજુ બે દિવસનો સમય લાગે છે. જે કેટલીક પ્રક્રિયા છે તે બહુ લાંબી અને બિનજરૂરી છે તે સરળ કરવી જોઇએ તેમ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...