તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજકોટમાં 75થી વધુ હોસ્પિટલ ઓક્સિજનની જરૂરિયાત વગરના દર્દીઓને દાખલ કરવા તૈયાર

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડની સારવાર માટે મંજૂરીની પ્રક્રિયા હળવી બનતા સારવાર ઝડપી બનશે, IMA
 • આઈસીયુ ધરાવતી 4 મોટી હોસ્પિટલ પણ બે દિવસમાં શરૂ થશે જેથી બેડની સંખ્યા વધશે

કોરોનાના કહેરને પહોંચી વળવા માટે સરકારે છૂટ આપ્યા બાદ રાજકોટમાં ઓક્સીજનની જરૂર ન હોય તેવા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં પણ દાખલ કરવાની તૈયારી શરૂ થઈ છે. આઈએમએ રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી શહેરની સ્થિતિ વિશે કહે છે કે, રાજકોટમાં 75થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એવા છે જેઓ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તૈયાર છે.

જોકે આ તમામ જગ્યાએ એવા જ દર્દીઓને દાખલ કરવામાં આવશે જેમને ઓક્સિજનની જરૂર નથી કારણ કે, ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે આઈસીયુ હોવું ફરજિયાત છે અને હાલની સ્થિતિમાં કોરોનાની સારવાર માટેનું આઈસીયુ તાત્કાલિક ઊભું કરવું શક્ય નથી તેમજ ફાયર એનઓસીના પ્રશ્ન સર્જાશે. જોકે ચાર મોટી હોસ્પિટલ છે તેમણે આ બધી તૈયારી કરી લીધી છે અને બે ત્રણ દિવસમાં ત્યાં આઈસીયુ સાથે હોસ્પિટલ શરૂ થતા બેડની સંખ્યા વધી જશે.

સારવાર માટે હોસ્પિટલ આ તૈયારીઓ કરશે

 • નર્સિંગ હોમ આઈસોલેશન વોર્ડ તૈયાર કરશે, સ્ટાફની ફાળવણી થશે
 • જે જગ્યાએ કોરોના ઉપરાંત અન્ય સારવાર કરવાની થશે ત્યાં બે વિભાગ બનાવાશે
 • કોરોનાને લગતી દવાઓ અને પીપીઈ કિટનું આયોજન કરાશે
 • તમામ તબીબો અને સ્ટાફને કોરોનાની સારવાર માટે તાલીમબદ્ધ કરાશે

બધી હોસ્પિટલમાં સારવાર થતા આ ફાયદો થશે

 • દરેક પોઝિટિવ વ્યક્તિ જે હોમ આઈસોલેટ છે તેમને તુરંત સારવાર મળશે
 • ઓક્સિજનની જરૂરિયાત વગરના દર્દી બેડ ખાલી કરતા 15 ટકા જેટલો લોડ ઘટશે
 • પહેલા ગંભીર હોય અને પછી સાજા થાય તો તેમને ઝડપથી બીજી હોસ્પિટલમાં ફેરવવાથી જગ્યા થશે
 • ક્રિટિકલ એક્સપર્ટ પાસે માત્ર ગંભીર દર્દી જ રહેતા તેમના પર ધ્યાન આપી શકાશે
 • સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ઓપીડી આધારિત સારવાર કરાતા અન્ય હોસ્પિટલનું ભારણ ઘટશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો