વતનને ઉપવન બનાવવાની નેમ:આટકોટના વીરનગરને હરિયાળું બનાવવા આજે 650થી વધુ રોપાનું કરાશે વાવેતર

આટકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસદણના અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ મોક્ષધામ ખાતે મિયાવાકી પદ્ધતિથી કરશે રોપણ

આટકોટ વીરનગરમાં આવતી કાલે રવિવારે 650 વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. આવો, વતનને હરિયાળું બનાવીએ’ એ પ્રોજેક્ટ અંતર્ગત જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે 9.00 કલાકે વિરનગર ગામના મોક્ષધામ ખાતે મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે અવતાર ઉપવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

આ ઉપવનમાં મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે)650 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર ખૂબ જ ઓછી જગ્યામાં કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ માટે ગામલોકોનો પણ સહયોગ સાંપડી રહ્યો છે. આ ઉપવનના નિર્માણ કાર્યમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તથા વિરનગર ગામના ઉત્સાહી યુવાનો છેલ્લા ઘણા દિવસથી દિન રાત મહેનત કરીને ખૂબ મોટું પર્યાવરણીય કાર્ય કરીને ઉત્તમ સેવા કરી રહ્યા છે.

વતનને હરિયાળું ઉપવન બનાવવાની હોડમા સામેલ યુવાનોએ વીરનગર ગામના લોકો તેમજ તાલુકાના પર્યાવરણ પ્રેમી લોકોને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પધારવા અવતાર ટ્રસ્ટ તથા વિરનગર ગામ આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

બરવાળા પ્રાથમિક શાળામાં 30 છોડનું વાવેતર કર્યું
જસદણ તાલુકાની બરવાળા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સૌપ્રથમ શિક્ષકોએ બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવી જુદા-જુદા છોડને કેવી રીતે વાવવા તેમજ શાળાના મેદાનમાં કઈ જગ્યાએ રોપવા તથા તેની જાળવણી અને ઉછેર કેવી રીતે કરવો વગેરે સમજાવ્યું હતું.

ત્યારબાદ શિક્ષકોના માર્ગદર્શન મુજબ બાળકોએ છોડનું વાવેતર કર્યું હતું. જેમાં આશરે 30 જેટલા છોડ વાવવામાં આવ્યા હતા. જેનાથી શાળાના બાળકો અને ગામ લોકો વધારેમાં વધારે વૃક્ષો વાવે અને જાળવણી કરે તેવી પ્રેરણા અપાઈ હતી. આમ શાળામાં બાળકોને પ્રકૃતિનું જતન કરવાની લાગણી પ્રગટ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...