તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના નિષ્ણાતોનું તારણ:63%થી વધુ લોકો અફવાઓને કારણે ડિપ્રેશન અનુભવે છે, જેથી હિસ્ટીરિયાના શિકાર થાય છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિ.ના સેન્ટરમાં આવેલા હજારો લોકોના ફોનના આધારે નિષ્ણાતોએ તારણ કાઢ્યું

આધુનિક યુગમાં વધતા જતા મોબાઇલ કે સોશિયલ મીડિયાના ઉપયોગને લીધે અફવાઓનો ફેલાવો તો ખૂબ જ સામાન્ય થવા લાગ્યો છે. જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે ત્યારે લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી એ બાબતો પર પણ વિશ્વાસ રાખવાનું શરૂ કરી દે છે જેનો કઈ અર્થ નથી હોતો.

63 ટકાથી વધુ અફવાથી ડરેલા હોય છે
કોરોનાના સમયમાં પણ એ જ બાબત જોવા મળી છે કે, સોશિયલ મીડિયા પર ફરતી અમુક ખોટી અફવાઓને કારણે લોકો પોતાના ડોક્ટર બની ગયા છે. ખોટી અફવાઓ અને ખોટા સમાચારોની નબળા મનની વ્યક્તિ પર ખૂબ ગંભીર અસર થાય છે. ​​​​​​​ઘણી વખત એ પોતે ભાંગી પડે છે અને ન કરવાનું પોતે કરી બેસે છે. મનોવિજ્ઞાન ભવનમાં કાર્યરત કાઉન્સેલિંગ સેન્ટરમાં જે ફોન આવેલ એ બાબતનું વિશ્લેષણ કરતા 63 ટકાથી પણ વધુ લોકો અફવાને કારણે ભય અનુભવતા હોવાનું માલૂમ પડે છે સાથે અફવાઓથી એક પ્રકારનો માસ હિસ્ટીરિયા પણ વધતો જોવા મળે છે.

લોકોવી માનસિકતા પર ગંભીર અસર
ખોટી અફવાઓના ફેલાવાને કારણે કેટલીક માનસિક અસરો પણ જોવા મળે છે.​​​​​​​ કેટલાક લોકો ફેક ન્યૂઝને ખૂબ ગંભીરતાથી લઈને બેસે છે જેને કારણે તેઓના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર થાય છે જેમાં ક્યારેક વ્યક્તિ ચિંતા વિકૃતિઓ સાથે ડિપ્રેશન તરફ પણ દોરી જાય છે. મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડૉ. ધારા દોશી જણાવે છે કે, લોકોમાં તીવ્ર માનસિકતા (મેનિયા)ની અફવાને કારણે લોકો સામૂહિક હિસ્ટીરિયાના શિકાર બની રહ્યા છે. આમાં, એક અજાણ્યો ડર એકથી બીજા સુધી પહોંચીને અફવાઓને પ્રોત્સાહન આપે છે.

બોલવાની માત્રા વઘી જાય છે
મનોવિજ્ઞાનના મતે તીવ્ર માનસિકતાથી પીડાતા અને અફવાઓ મગજમાં ધરાવનાર વ્યક્તિના મગજમાં ડોપામાઇન હોર્મોનની માત્રા નોંધપાત્ર રીતે વધે છે, જે તેના વિચાર, વર્તન, વાણી વગેરેનું સંતુલન બગાડે છે. પીડિત સામાન્ય કરતાં વધુ પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કરે છે. તે જ રીતે તેની બોલવાની માત્રા પણ વધી જાય છે. જો કોઈ કુટુંબના સભ્યની અફવાની તીવ્ર માનસિકતા હોય તો પછી પરિવારના અન્ય સભ્યોમાં સમૂહ હિસ્ટીરિયા થવાની સંભાવના વધારે છે.

અન્ય સમાચારો પણ છે...