બમ્પર આવક:53 હજારથી વધુ ખેડૂતોએ મગફળીનું ૨જિસ્ટ્રેશન કરાવતા રાજકોટ જિલ્લો અવ્વલ, બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક

રાજકોટ2 મહિનો પહેલા
રાજ્યભરમાં મગફળીની ખરીદી માટે ૨જિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે
  • બેડી યાર્ડમાં 28 લાખ કિલો મગફળીની અને 6 લાખ કિલો કપાસની આવક થવા પામી છે

રાજકોટ સહિત ગુજરાતમાં આગામી તારીખ 9 નવેમ્બરથી રાજ્યરકાર દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા હાથ ધ૨વામાં આવના૨ છે. આ ખરીદીની પ્રક્રિયા અંતર્ગત હાલ રાજ્યભરમાં મગફળીની ખરીદી માટે ૨જિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજ દિવસ સુધીમાં સહિત રાજ્યમાં 2,36,689 લોકોનું ૨જીસ્ટ્રેશન થઈ જવા પામ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં સૌથી વધુ ૨જિસ્ટ્રેશન સાથે રાજકોટ જિલ્લો અવ્વલ નંબર પર છે અને બીજી તરફ રાજકોટ ગોંડલ સહીત જિલ્લાના મોટા યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક જોવા મળી રહી છે.હાલ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક થઈ છે. જેમાં 28 લાખ કિલો મગફળીની અને 6 લાખ કિલો કપાસની આવક થવા પામી છે. જેમાં મગફળીના ભાવ રૂ.900થી રૂ.1150 અને કપાસના ભાવ રૂ.1150થી રૂ.1721 બોલાયા હતા.

યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
યાર્ડમાં મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા.
બેડી માર્કેટિંગ યાર્ડમાં 28 લાખ કિલો મગફળીની આવક
બેડી માર્કેટિંગ યાર્ડમાં 28 લાખ કિલો મગફળીની આવક

રાજકોટ શહે૨ (પૂર્વ)માં સૌથી ઓછુ ૨જિસ્ટ્રેશન
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં અત્યા૨સુધીમાં મગફળીની ખરીદી માટે કુલ 53,433 ખેડૂતોએ ૨જિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં રાજકોટ તાલુકામાં 2013, લોધીકામાં 2649, કોટડા સાંગાણી 3464, ધોરાજીમાં 3589, ઉપલેટામાં 3789, પડધરીમાં 4049, વિછીંયામાં 4126, જેતપુ૨માં 4546, જસદણમાં 5739, જામકંડોરણામાં 9205 અને ગોંડલમાં 10258 ખેડૂતોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં સૌથી ગોંડલ તાલુકામાં અને જામકંડો૨ણા તાલુકામાં ૨જિસ્ટ્રેશન થઈ જવા પામ્યા છે. જયારે રાજકોટ શહે૨ (પૂર્વ)માં સૌથી ઓછુ ૨જિસ્ટ્રેશન થવા પામ્યુ છે. આ ૨જિસ્ટ્રેશન પ્રક્રિયા આગામી 31 ઓકટોબ૨ સુધી ચાલના૨ છે.

બેડી માર્કેટિંગ યાર્ડમાં 6 લાખ કિલો કપાસની આવક
બેડી માર્કેટિંગ યાર્ડમાં 6 લાખ કિલો કપાસની આવક

દિવાળી પૂર્વે ખેડૂતો રોકડી કરવા તપ્તર
એક તરફ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે જેમાં રાજકોટ પ્રથમ નંબરે છે બીજી તરફ દિવાળી પૂર્વે રાજકોટ જિલ્લાના મોટા યાર્ડ બેડી, ગોંડલ, ઉપલેટા સહીત યાર્ડમાં કપાસ અને મગફળીની મબલખ આવક થવા પામી રહી છે અને પૂરતા ભાવ મળતા હોવાથી દિવાળી પૂર્વે ખેડૂતો રોકડી કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ સારી ગુણવતા વાળી મગફળી હોય તો ટેકાના ભાવ કરતા પણ વધુ ભાવ હાલ છૂટક બજારમાં મળી રહ્યા છે.