તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુહૂર્ત સાચવ્યું:રાજકોટમાં અષાઢી બીજના પર્વે કારની ધૂમ ખરીદી, 500થી વધુ ફોરવ્હિલનું વેચાણ થશે, ગત વર્ષે 250નું જ વેચાણ થયું'તું

રાજકોટ14 દિવસ પહેલા
અષાઢી બીજનું મુહૂર્ત સાચવવા લોકોએ કારની ખરીદી કરી.
  • લોકો પોતાની મનપસંદ કાર ખરીદી અષાઢી બીજનું મુહૂર્ત સાચવી રહ્યાં છે

આજે અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે. ત્યારે લોકો આજે કોઇને કોઇ વસ્તુ ખરીદીને મુહૂર્ત સાચવતા હોય છે. રાજકોટમાં આજે અષાઢી બીજના દિવસે 500થી વધુ કારનું વેચાણ થશે. લોકો કારની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે 250 કારનું જ વેચાણ થયું હતું. એટલે કે 50 ટકા કરતા વધુ કારની ખરીદી આ વર્ષે થનાર છે. લોકો પોતાની મનપસંદ કાર ખરીદી અષાઢી બીજનું મુહૂર્ત સાચવી રહ્યાં છે.

કોરોનાની બીજી વેવ ધીમી પડતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
કોરાનાની બીજી વેવને કારણે અનેક ઘર પડી ભાંગ્યા તો કોઇએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ હાલ બીજી વેવ ધીમી પડતા લોકોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દિવસેને દિવસે વાહનોની ખરીદી વધતી જાય છે. અષાઢી બીજના દિવસે વાહન ખરીદવાની માન્યતા લોકોમાં હોવાથી આજના દિવસે હાઇએસ્ટ વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં કારનું વેચાણ સૌથી વધારે થઈ રહ્યું છે.

ગત વર્ષ કરતા 50 ટકાથી વધુ કારનું વેચાણ થશે.
ગત વર્ષ કરતા 50 ટકાથી વધુ કારનું વેચાણ થશે.

ગત વર્ષે લોકોમાં કોરોનાનો ડર હતોઃ શો રૂમના માલિક
એક કાર શો રૂમના માલિક અશ્વિનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી વેવ ધીમી પડતા અને આજે અષાઢી બીજ હોવાથી કાર લેવા માટે લોકોનો ધસારો વધારે છે. મારા શો રૂમમાંથી આજે 127 કારની ડિલિવરી થઈ છે. આખા રાજકોટની વાત કરીએ તો 550થી 600 કારની ડિલિવરી થશે. ગત વર્ષે કોરોનાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી લોકોમાં આટલો બધો ઉત્સાહનો માહોલ નહોતો.