તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસનો ખતરો:વધુ 500 કેસ આવે તેવી શક્યતા, સિવિલની બે બિલ્ડિંગમાં વોર્ડ તૈયાર રખાયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2.5 કરોડના ઈન્જેક્શન ખરીદાયા, ખાનગી તબીબો પણ સેવા આપવા તૈયાર, અધિક્ષક

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે અને હાલમાં 200 દર્દી દાખલ છે. જોકે હજુ પણ આ સંખ્યા વધીને 500 થઈ જશે તેવી શક્યતા વચ્ચે સિવિલના તંત્રએ 250 બેડની ક્ષમતા વધારીને 500 બેડ કરી છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાંથી ઉપરાંત હવે બરોડામાંથી પણ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે આ કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

જેથી ટ્રોમા સેન્ટરમાં 250 બેડની વ્યવસ્થા કર્યા બાદ હવે વધુ દર્દીઓ આવે તેવી શક્યતા હોવાથી ઓપીડી બિલ્ડિંગમાં બીજા બેડની વ્યવસ્થા કરી કુલ ક્ષમતા 500 બેડની કરવામાં આવી છે. સર્જરી માટે પણ હાલ ત્રણ સર્જનો છે તેમજ ખાનગી હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરીને તેમને સર્જરી કરવા માટેની વિનંતી કરી છે એટલે તેઓ પણ તૈયાર થયા છે. ટૂંક સમયમાં નામો આપશે કે કોણ ક્યારે સેવા બજાવવા આવશે.

ઇન્જેક્શન ખરીદવામાં આવ્યા
મ્યુકરની બીજી તૈયારી તરીકે ઈન્જેક્શન સૌથી મોટી સમસ્યા છે પણ રાજકોટમાં વપરાશ વધુ હોવાથી 2.5 કરોડ રૂપિયાના ઈન્જેક્શન ખરીદાયા છે જેમાં જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ જ બહોળો ભાગ ભજવ્યો છે જ્યારે કોઇની પાસે ઈન્જેક્શન ન હતા અને તે જથ્થો મેળવવામાં રાજકોટને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...