પક્ષી, પાણી અને પારો:રાંદરડા તળાવમાં શિયાળામાં 50થી વધુ પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

એકસાથે 150થી વધુ પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જોવા મળે છે. પક્ષી, પાણી અને પારો આ ત્રણ શબ્દોથી ઉપરોક્ત તસવીર નયનરમ્ય બની છે, પરંતુ શહેરની ભાગોળે પ્રદ્યુમ્નપાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે 100 વર્ષ પુરાણું રાંદરડા નયનરમ્ય તળાવ આવેલું છે.

આ તળાવ 150થી વધુ પક્ષી પ્રજાતિનું ઘર છે, શિયાળા દરમિયાન અહીં 50થી વધુ જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે. હાલ શિયાળાની ઋતુમાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓને નિહાળવા અને કલરવ સંભાળવા દૂર દૂરથી લોકો આવે છે. દર વર્ષે શિયાળામાં અને ચોમાસામાં જાતજાતના પક્ષીઓ અહીં આવે છે. શહેરમાંથી લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાતજાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે.

તળાવમાં આ પ્રજાતિના પક્ષીઓની કલરવ ગૂંજે છે

  • કોમન કૂટ (ગજપાવ) ટીટોડીના કુળનું છે
  • બ્લેક વિન્ગ્ડ સ્ટિલ્ટ (ભગદડું) નળસરોવરમાં જોવા મળે છે
  • કોમન ટર્ન (વાબગલી) પક્ષી પણ લોકલ માઈગ્રેડ પક્ષી છે
  • નવરંગો નામનું પક્ષી છેક શ્રીલંકાથી ગીરમાં આવે છે
અન્ય સમાચારો પણ છે...