જ્ઞાતિનું ગણિત:સૌરાષ્ટ્ર-કચ્છના 50 ઉમેદવારમાં 50%થી વધુ પટેલ-કોળી સમાજના

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ અને જ્ઞાતિવાદ ન કરતા હોવાની વાતો થઇ પણ મહત્ત્વ જ્ઞાતિને અપાયું
  • ​​​​​​​જ્ઞાતિનું ગણિત| જે સમાજ સૌથી મોટો તેને સૌથી વધુ ટિકિટ!

ભાજપે ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 50 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પટેલ અને કોળી સમાજને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. 50 ટકા બેઠકો આ બન્ને સમાજના નેતાઓને અપાઈ છે. કોઈપણ રાજકીય પક્ષ હોય જ્યારે જાહેર ચર્ચાનો મુદ્દો હોય ત્યારે એવી વાતો કરતા હોય છે કે, વિકાસ, જીતી શકે તેવા, ભણેલા-ગણેલા અને સર્વે સમાજને સાથે રાખીને ચાલનારાઓને જ પક્ષ ટિકિટ આપે છે.

પરંતુ, છેલ્લા 25 વર્ષથી જ્ઞાતિના આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવે છે તેવી રીતે 2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ જે સમાજ મોટો તે સમાજને સૌથી વધુ ટિકિટનું સૂત્ર અપનાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 50 બેઠક પર નામની જાહેરાત ભાજપે કરી છે અને લિસ્ટ પર નજર નાખતા જ્ઞાતિવાદના આધારે જ ટિકિટ અપાઈ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

સૌથી વધુ 18 ટિકિટ પાટીદારને ફાળવાઈ છે જેમાં 12 લેઉવા અને 6 કડવા પટેલનો સમાવેશ થાય છે. ત્યારબાદ કોળી સમાજને 10, ક્ષત્રિયોને 5, દલિતને 6, આહીર સમાજના આગેવાનોને 4 જ્યારે લોહાણા, વાઘેર હિન્દુ, મેર, જૈન અને કારડિયા રજપૂતને એક-એક ટિકિટ આપવામાં આવી છે. બે ટિકિટ બ્રાહ્મણોને ફાળવવામાં આવી છે. હજુ ભાવનગર પૂર્વ, કુતિયાણા, ધોરાજી અને ખંભાળિયામાં નામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારબાદ ક્યાં સમાજને કેટલી ટિકિટ મળી તેનું સૌરાષ્ટ્ર-કચ્છનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...