ઇન્ટર ઝોન શૂટિંગ સ્પર્ધા:એજ્યુકેશનમાં રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં 50થી વધુએ નિશાન તાક્યું

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાઇફલમાં પ્રેમરાજસિંહ અને કિરણસિંહ, પિસ્તોલમાં પ્રિયાંશ અને રિયા વિજેતા થયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે GTU (ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી) આયોજિત ઇન્ટર ઝોન શૂટિંગ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો સહિત રાજ્યભરમાંથી કુલ 50થી વધુ સ્પર્ધકોએ નિશાન તાક્યું હતું જેમાંથી રાઇફલ શૂટિંગમાં ભાઈઓમાં 400માંથી 386ના સ્કોર સાથે વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી પરમાર પ્રેમરાજસિંહ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે બીજા ક્રમે 385ના સ્કોર સાથે લાભુભાઈ ત્રિવેદી કોલેજના ટીલાળા અવનીશ રહ્યા હતા. ત્રીજા ક્રમે 239ના સ્કોર સાથે વાસદના પ્રજાપતિ પ્રણવ રહ્યા છે જ્યારે બહેનોમાં 332ના સ્કોર સાથે વાસદના રાહી કિરણસિંહ પ્રથમ ક્રમે રહ્યા હતા જ્યારે બીજા ક્રમે 262ના સ્કોર સાથે કદમ ઈશા અને 214ના સ્કોર સાથે ઠુંમર દૃષ્ટિ ત્રીજા ક્રમે રહ્યા હતા. યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી આ રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રાજકોટ સહિત રાજ્યભરમાંથી 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

પિસ્તોલ શૂટિંગમાં 370 સ્કોર સાથે અમદાવાદના વિદ્યાર્થી પ્રિયાંશ પટેલ પ્રથમ ક્રમે ઝળક્યા હતા જ્યારે બહેનોમાં 289ના સ્કોર સાથે વાસદના પ્રજાપતિ રિયા પ્રથમ ક્રમે રહ્યા હતા. યુનિવર્સિટીમાં સોમવારે સવારે 10 કલાકે યોજાયેલી ઇન્ટર ઝોન શૂટિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અર્જુનસિંહ રાણા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લની ઉપસ્થિતિમાં કરાયું હતું.સ્પોર્ટ્સ કેલેન્ડર અંતર્ગત જ સોમવારે યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાઇફલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. યુનિવર્સિટીએ જાહેર કરેલા કેલેન્ડરમાં સ્વિમિંગ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, વેઇટ-પાવર લિફ્ટિંગ સહિતની 20 સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ કૌશલ્ય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...