તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રિ કર્ફ્યુનો વિરોધ:રાજકોટમાં હોટેલ-રેસ્ટોરન્ટ ચલાવનારાના હાલ ‘બેહાલ’, 50થી વધુ સંચાલકો એકઠા થયા, CP અને કલેક્ટરને રજુઆત કરશે

3 મહિનો પહેલા
હોટેલ સંચાલકોએ સરકાર સમક્ષ બાંયો ચડાવવા નિર્ણય કર્યો
  • રાત્રિ કર્ફ્યુમાં 10ના બદલે 12 વાગ્યાનો સમય કરવા રેસ્ટોરન્ટ સંચાલકોની માંગ

કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા અમલી બનેલા રાત્રી કર્ફ્યુની પરિસ્થિતિમાં કલાકારો અને હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોના ધંધા-રોજગાર બંધ હોવાથી અનેક ધંધાર્થીઓનાં વેપાર ધંધા-રોજગારને હાલ બ્રેક લાગી ગઈ છે. આજે રાજકોટના તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ્ક્રિમ પાર્લર, કલાકારો, લાઇટ એન્ડ સાઉન્ડ એસોસિએશન અને ઢાબાના સંચાલકો સહિત 50 જેટલા લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે મનપા અને પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા જવું પડે તો એ માટે પણ સંચાલકોએ તૈયારી દાખવી છે.

સંચાલકોને ભાડાનો બોજ ઉઠાવવો કપરો
જેમાં હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા કાફે ચલાવતાં સંચાલકોએ માણસોનું વેતન અને અમુક સંચાલકોને માતબર ભાડાનો બોજ ઉઠાવવો કપરો થઈ પડે છે. તો કલાકારોને પરફોર્મ કરવા માટે સ્ટેજ મળતા નથી. જેથી કલાકારો અને હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોના હાલ બેહાલ થયા છે અને આ મુદ્દે રાજકોટ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, શું કોરોના રાતે 10થી પછી નથી ફેલાતો!

રાજકોટના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ
રાજકોટના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ

હોટેલ સંચાલકોએ સરકાર સમક્ષ બાંયો ચડાવવા નિર્ણય કર્યો
રંગીલા રાજકોટની જનતા સ્વાદપ્રેમી જનતા છે. રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રિમ તેમજ ગોલા પાર્લરમાં જોવા મળતી હોય છે. લોકો રાત્રિના સમયે બહાર જમવા તેમજ ઉનાળાની શરૂઆત થતા આઈસ્ક્રિમ અને ગોલા આરોગવા જતા હોય છે. રાત્રિ કર્ફ્યુનો સમય 10 વાગ્યાનો જાહેર કરતા રાજકોટમાં હોટેલ સંચાલકોએ સરકાર સમક્ષ બાંયો ચડાવવા નિર્ણય કર્યો છે.

રાત્રિ કર્ફ્યુમાં 10ના બદલે 12 વાગ્યાનો સમય કરવા માંગ
રાજકોટ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખએ Divyabhaskar સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં નાના-મોટા રેસ્ટોરન્ટ, ફૂડ ટ્રક, આઈસ્ક્રિમ પાર્લર મળી 2000 જેટલા ધંધાર્થી છે જેને આ રાત્રિ કર્ફ્યુની સીધી અસર થશે અને તેને સીધું નુકસાન થશે. હોટેલ સંચાલકો સરકારને સવાલ કરી રહી છે કે શું રાત્રિના 2 કલાક સુધી જ કોરોના ફેલાય છે? રાજકોટમાં ઘણી બજારો છે કે જ્યાં દિવસે પણ ભીડ થતી હોય છે. લોકડાઉન અને અનલોક બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. હવે ધીમે ધીમે ધંધા સેટ થઇ રહ્યાં છે ત્યારે હવે આ ધંધાને ઉભો કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીએ.

સંચાલકોને માતબર ભાડાનો બોજ ઉઠાવવો કપરો થઈ પડે છે - સ્થાનિક ધંધાર્થી
સંચાલકોને માતબર ભાડાનો બોજ ઉઠાવવો કપરો થઈ પડે છે - સ્થાનિક ધંધાર્થી

સરકાર સુધી અવાજ કેમ પહોંચાડવો તે અંગે ચર્ચા
આવતીકાલે રાજકોટના તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ્ક્રિમ પાર્લર અને ઢાબાના સંચાલકો એકઠા થશે ત્યારબાદ આગામી સમયમાં શું નિર્ણય કરવો, કેવી રીતે વિરોધ કરવો, સરકાર સુધી અવાજ કેમ પહોંચાડવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર CM સુધી રજુઆત કરવા જવું પડે તો એ માટે પણ સંચાલકોએ તૈયારી દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...