• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • More Than 5 Lakh Students Graduated In 5 Years But Only 5337 Graduate Voters In The Senate! Also From The Senate Syndicate College!

મતનું રાજકારણ:5 વર્ષમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા પરંતુ સેનેટમાં સ્નાતક મતદારો માત્ર 5337! એ પણ સેનેટ-સિન્ડિકેટની કોલેજના!

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના સેનેટ-સિન્ડિકેટ સભ્યોએ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મતદારો પણ પોતાના જ ગોઠવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિવાદો વચ્ચે હાલ સેનેટની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાનો પ્રતિનિધિ સેનેટ સભ્ય તરીકે ચૂંટે તેવી પારદર્શક વ્યવસ્થાને બદલે ભાજપ-કોંગ્રેસના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ સેનેટની ચૂંટણીમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મતદાર તરીકે પોતાની જ કોલેજના વિદ્યાર્થીઓને નોંધણી કરાવીને પોતાના તરફી જ મતદાન કરાવવાની રણનીતિ અત્યાર સુધી અપનાવતા આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી છેલ્લા 5 વર્ષમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદી જુદી ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ થયા છે.

પરંતુ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી મતદાર યાદીમાં સ્નાતક મતદારો માત્ર 5337 જ નોંધાયેલા છે અને એ પણ સેનેટ અને સિન્ડિકેટ સભ્યોની કોલેજના જ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં વધુ સ્નાતક વિદ્યાર્થી મતદારો સેનેટની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને પોતાનો પ્રતિનિધિ નીમે એવી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને બદલે અગાઉથી જ ભાજપ-કોંગ્રેસના સભ્યો પોતાની જ કોલેજના સ્નાતક વિદ્યાર્થીઓની મતદાર યાદીમાં નોંધણી કરાવી દે છે અને પોતાના તરફી મતદાન કરાવી સેનેટ સભ્યપદ પ્રાપ્ત કરી લેતા હોય છે. 5 વર્ષમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોય અને સેનેટમાં મતદારો માત્ર 5337 જ હોય એ શિક્ષણના ધામમાં ગંદા રાજકારણની સ્થિતિ દર્શાવે છે.

કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે નેહલ શુક્લ, દાતામાં બારોટ-કોઠારી નક્કી
યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે હાલ દાતાની બેઠક ઉપર ચૂંટણી લડવા સિન્ડિકેટ સભ્યોમાં રસાકસી થઇ છે. પરંતુ યુનિવર્સિટી વર્તુળમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે દાતાની 3 બેઠક ઉપર બે ભાજપના પ્રતિનિધિ ડૉ. ભાવિન કોઠારી અને ડૉ. ભરત રામાનુજનું લગભગ નક્કી છે જ્યારે કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે ડૉ. નિદત્ત બારોટનું નામ ફાઈનલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે સેનેટ લડવાના હોવાનું જાણવા મળ્યું છે.

કઈ ફેકલ્ટીમાં કેટલા ગ્રેજ્યુએટ મતદારો છે

ફેકલ્ટી

મતદારો

એજ્યુકેશન (બી.એડ)475
આર્ટસ536
સાયન્સ1778
કાયદા374
મેડિકલ476
કોમર્સ1062
ગ્રામ્ય વિદ્યાશાખા274
હોમ સાયન્સ27
આર્કિટેક્ચર49
મેનેજમેન્ટ92
ફાર્મસી29
પર્ફોર્મિંગ આર્ટસ30
હોમિયોપેથી135
અન્ય સમાચારો પણ છે...