• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • More Than 4500 Centuries Old Books Of Lang Library In Rajkot Will Be Available In Digital Format, Any Keyword In E book Can Be Searched.

ગુજરાતમાં પ્રથમ:રાજકોટમાં લેંગ લાઈબ્રેરીના સદીઓ જૂના 4500થી વધુ પુસ્તકોને મળ્યું ડિજિટલ સ્વરૂપ, ઈ-બુકમાં કોઈ પણ કી-વર્ડ નાખવાથી તે સર્ચ થઈ શકશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
500થી વધુ પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે - Divya Bhaskar
500થી વધુ પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે
  • ઇતિહાસ, જીવન ચરિત્ર, આયુર્વેદ, તત્વજ્ઞાન, નવલકથા સહિતના પુસ્તકોના ડિજિટલાઇઝેશન થકી અલભ્ય પુસ્તકો અમર બનશે
  • અમે લોકો છેલ્લા સાડા ચાર વર્ષથી પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીએ છીએ : લાઈબ્રેરીના ગ્રંથપાલ

પુસ્તક એ માત્ર શબ્દોનો સંગ્રહ નથી, એમાં છુપાયેલો છે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સંસ્કૃતિ, પરંપરા અને અનેક અમર કથાઓ. સદીઓ જૂના અનેક પુસ્તકોનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે આજના ટેક્નોલોજીના યુગમાં આવા પુસ્તકોને નવજીવન આપવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે રાજકોટની સૌથી જૂની લેંગ લાઈબ્રેરીએ... જ્યાં જૂના 4500થી વધુ પુસ્તકોને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેને પગલે ઈ-બુકમાં કોઈ પણ કી-વર્ડ નાખવાથી તે સર્ચ પણ થઈ શકશે

રાજકોટની સૌથી જૂની લેંગ લાઈબ્રેરી
રાજકોટની સૌથી જૂની લેંગ લાઈબ્રેરી

અમારી લાઈબ્રેરીમાં 100 વર્ષ જુના અનેક પુસ્તકો છે
આ અંગે લાઈબ્રેરીના ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણ જણાવે છે કે, અમારી લાઈબ્રેરીમાં અનેક પુસ્તકો 100 વર્ષ જુના અને અલભ્ય છે. આ પુસ્તકોની બીજી કોઈ કોપી હોવાનું પણ ધ્યાને નથી અને જેની કિંમત અમૂલ્ય હોઈ આવા પુસ્તકો વાતાવરણની અસર હેઠળ ક્ષીણ થઈ જાય તે પૂર્વે તેમને બચાવવા અનેક પ્રયત્નો હાથ ધરેલા. અંતે અમારા ટ્રસ્ટી ગણ દ્વારા આ પુસ્તકોના ડિજિટલાઇઝેશન કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

લેંગ લાઈબ્રેરીના ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણ
લેંગ લાઈબ્રેરીના ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણ

આ પ્રક્રિયા સમય માંગી લે તેવી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સમય માંગી લે તેવી હતી. અને આ માટે નાણાકીય ભંડોળ પણ જરૂરી હતું. નાણાકીય સહાય માટે અમે આ પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગમાં રજુઆત કરી અને અમને આ પ્રોજેક્ટ આગળ ધપાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

લેંગ લાઈબ્રેરીમાં 100 વર્ષ જુના અનેક પુસ્તકો છે
લેંગ લાઈબ્રેરીમાં 100 વર્ષ જુના અનેક પુસ્તકો છે

સાડા ચાર વર્ષથી પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીએ છીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ લેંગ લાઈબ્રેરીને આ કાર્ય પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવા મંજુરી મળ્યાનું અમને ગૌરવ છે. આ પ્રોજેક્ટ બાદ રાજ્યની અન્ય લાયબ્રેરીઓને પણ જોડવામાં આવી છે. અમે લોકો છેલ્લા સાડા ચાર વર્ષથી પુસ્તકોનું ડિજિટલાઇઝેશન કરીએ છીએ અને લગભગ 4500 જેટલા પુસ્તકોને કોમ્પ્યુટરમાં સ્થાન આપી ચુક્યા છીએ. બૂક્સને ખાસ પ્રોસેસ કરી છે. માત્ર એટલું જ નહીં, તેનું પ્રોપર ઇન્ડેક્સિંગ પણ કર્યું છે.

ભવિષ્યમાં આ પુસ્તકો લોકોને વાંચવા મળે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
ભવિષ્યમાં આ પુસ્તકો લોકોને વાંચવા મળે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

પુસ્તકો અભ્યાસુ, સંશોધનકર્તાઓને ખુબ ઉપયોગી બનશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ પુસ્તકો લોકોને વાંચવા મળે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. ઈ-પુસ્તકમાં કોઈ પણ કી-વર્ડ નાખવાથી તે સર્ચ થઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી આ પુસ્તકો અભ્યાસુ, સંશોધનકર્તાઓને ખુબ ઉપયોગી બનશે તેમ તેઓ આશાવાદી સ્વરે જણાવે છે.હાલનો સમય ડિજિટલ ટેક્નોલોજીનો છે ત્યારે પુસ્તકોના અમૂલ્ય ખજાનાને સાચવવા લેંગ લાઈબ્રેરીની આ પહેલ અન્યોને પ્રેરણા પુરી પાડે છે.