તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ થેલિસિમિયા ડે:થેલિસિમિયાના 450થી વધુ બાળકને મહિને 900 બોટલ બ્લડની જરૂરિયાત, મળે છે 300!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાનો ડર, ઈમ્યુનિટી ઘટવાની બીક, વેક્સિનેશનને કારણે રક્તદાતાઓ ઘટ્યા
  • સેવા રાજકોટવાસીઓના લોહીમાં છે, થેલિસિમિયાનાં બાળકોને બ્લડની અછત આપણે નહીં થવા દઈએ

8મે ના રોજ દર વર્ષે ‘વિશ્વ થેલિસિમિયા દિવસ’ મનાવવામાં આવે છે. રાજકોટમાં આશરે 450 જેટલા થેલિસિમિયા પીડિત બાળકો છે જેને દર 10થી 30 દિવસ દરમિયાન બ્લડ ચઢાવવાની જરૂરિયાત રહે છે પરંતુ હાલમાં કોરોના મહામારીમાં થેલિસિમિયાના બાળકોને પૂરતા પ્રમાણમાં બ્લડ નહીં મળતા માતા-પિતા રક્તદાતા શોધવા ભટકી રહ્યા છે. 450 જેટલા થેલેસેમિયાના બાળકોને દર મહિને અંદાજિત 900 બોટલ બ્લડની જરૂરિયાત રહે છે જેની સામે હાલ આ બાળકોને માત્ર 300 બોટલ જેટલું જ બ્લડ મળી રહ્યું છે.

આ પરિસ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે હાલ લોકો એવું વિચારે છે કે રક્તદાન કરવાથી ઈમ્યુનિટી ઘટે છે, સાથે બ્લડબેંકમાં જઈશું તો કોરોના થઇ જશે તેવો ભય રહે છે. આ ઉપરાંત હાલ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે ત્યારે જે લોકોએ વેક્સિન લીધી છે તેઓ 60 દિવસ સુધી રક્તદાન કરી શક્તા નથી. જેના કારણે હાલ ઓછું બ્લડ એકત્રિત થઇ રહ્યું છે જેના કારણે થેલેસેમિયાના બાળકોને પણ પૂરતા પ્રમાણમાં બ્લડ મળી શકતું નથી.

થેલિસિમિયાના દર્દીઓ કહે છે, વેક્સિન લેતા પહેલા અવશ્ય રક્તદાન કરો
બ્લડ માટે અમારા માતા પિતા હેરાન થાય છે

કોરોનાકાળમાં બ્લડની ખૂબ અછત સર્જાઈ છે. લોકો રક્તદાન કરતા નથી જેના કારણે અમારા જેવા થેલિસિમિયાના દર્દીઓને બ્લડ મળી શકતું નથી. બ્લડ નહીં મળતા અમારા માતા-પિતા રક્તદાતા શોધવા ભટકે છે અને હેરાન થાય છે.
> પંકજ અમેઠિયા, થેલિસિમિયા દર્દી

વેક્સિન પહેલા રક્તદાન થાય તો મુશ્કેલી દૂર થાય
નાનપણથી મને બ્લડ ચઢાવવું પડે છે. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બ્લડની તંગી થઇ રહી છે. લોકોને અનુરોધ છે કે વેક્સિન લેતા પહેલા અવશ્ય રક્તદાન કરે જેથી અમારા જેવા બાળકોને બ્લડ મળી શકે, અમારી મુશ્કેલી દૂર થાય. > ધ્રુવ રાવલ, થેલિસિમિયા દર્દી

બ્લડ માટે 10 દિવસ રાહ જોવી પડે છે
હું થેલિસિમિયાનો મેજર પેશન્ટ છું. હું સિવિલમાં બ્લડ ચઢાવું છું, દર 15 દિવસે મને બ્લડ ચઢાવવું પડે છે. પરંતુ સિવિલમાં બ્લડ માટે ફોન કરીએ તો યોગ્ય જવાબ મળતો નથી. ક્યારેક 10 દિવસ સુધી બ્લડ માટે રાહ જોવી પડે છે. > હિરેન મંગલાણી, થેલિસિમિયા દર્દી

1 હજાર લોકોનું ગ્રૂપ જરૂરિયાત પ્રમાણે બાળકો માટે રક્તદાન કરે છે
શહેરમાં બડાબજરંગ રક્તદાતા ગ્રુપ દ્વારા 1000 લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવાયું છે. આ ગ્રુપ થેલિસિમિયાના બાળકોને બ્લડની જરૂરિયાત પૂરી પડે છે. જયારે જે બાળકને જે ગ્રુપનું બ્લડની જરૂરિયાત હોય તે અંગેનો મેસેજ ગ્રુપમાં મૂકી દેવાય છે એન તે બ્લડગ્રુપ ધરાવતા વ્યક્તિ સ્વેચ્છાએ તે બાળક માટે રક્તદાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...