રોજગારી સાથે પર્યાવરણનું જતન:રાજકોટમાં 40થી વધુ દિવ્યાંગ બાળકો ગાયના ગોબરમાંથી દીવડા બનાવે છે, 25 હજાર રૂપિયાના વેચી પણ દીધા

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટની પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થા દ્વારા દિવ્યાંગોને રોજગારી આપવામાં આવે છે.

રાજકોટમાં 200 દિવ્યાંગ બાળકોને સાચવતી પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થા આજે સમાજમાં પ્રેરણા બની છે. આ સંસ્થાના 40થી વધુ દિવ્યાંગ બાળકો ગાયના ગોબરમાંથી દિવાળીના દીવડા બનાવે છે. અત્યારસુધીમાં 25 હજાર રૂપિયાના દીવડા વેચી પણ દીધા છે. આ સંસ્થા ચલાવતા પૂજા પટેલે જણાવ્યું હતું કે, આમાંથી જે આવક થાય છે તે અમે સંસ્થાના દિવ્યાંગ બાળકો પાછળ જ વાપરીએ છીએ.

દિવ્યાંગો અલગ અલગ ડિઝાઈનના દીવડા બનાવે છે.
દિવ્યાંગો અલગ અલગ ડિઝાઈનના દીવડા બનાવે છે.

પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થામાં દિવ્યાંગોને રોજગારી અપાય છે
પૂજા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થામાં 5 વર્ષથી લઈ 55 વર્ષના દિવ્યાંગો તાલીમ લઈ રહ્યા છે. અમારો મુખ્ય ઉદેશ બાળકો પોતાની રોજીરોટી મેળવવાં સ્વતંત્ર રીતે મેળવી શકે તેવો છે. પછી અમે તેમને રોજગારી માટે તૈયાર કરીએ છીએ. સંસ્થા વર્ષ દરમિયાન ઘણી બધી અલગ અલગ પ્રવૃતિઓ કરતી હોય છે. ખાસ કરીને દિવાળીએ ગાયના ગોબરમાંથી દીવડા બનાવીએ છીએ. માટીના દીવડા પણ બનાવીએ છીએ અને આર્ટિફિશયલ દીવડા પણ બનાવીએ છીએ. જે રીતથી અમને ઓર્ડર મળે છે એ રીતે અમે દીવડા બનાવીએ છીએ. વર્ષ દરમિયાન એમ જ્યારે પણ ફ્રી હોઈએ ત્યારે દીવડાનું પ્રોડક્શન કરતા હોઈએ છીએ.

આર્ટિફિશિયલ દીવડા પણ બનાવે છે.
આર્ટિફિશિયલ દીવડા પણ બનાવે છે.

આવક થાય તે સંસ્થાના બાળકો પાછળ ખર્ચીએ છીએ
પૂજા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે અમારે 80 હજાર દીવડાનું વેચાણ થયું હતું. આ વર્ષે હજી અમારે 25 હજાર રૂપિયાના દીવડાનું વેચાણ થયું છે. હજુ ઓર્ડર ચાલુ છે અને ધીમે ધીમે અમે લગભગ ઓર્ડરને પાર પાડવામાં પહોંચી જઈશું. આ જે કઈ રૂપિયા આવે છે તે અમારે ત્યાં જે નવ દિવ્યાંગો નોકરી કરે છે એને અમે દર મહિને પગાર આપીએ છીએ. આ ઉપરાંત રૂપિયા વધે તો દિવાળીની જે આવક થાય એમાંથી અમે દિવાળીનું દિવ્યાંગો સાથે સરસ મજાની ઉજવણી કરીએ છીએ. બાળકો સરસ મજાના તૈયાર થઈને આવે છે, સાથે તેનો પરિવાર આવે છે. એમની જમવાની બધી વ્યવસ્થા કરી દિવાળીની સાંજે અમે ફટાકડા ફોડીએ છીએ. આથી આવક જે થાય તે સંસ્થાના બાળકો પાછળ જ શેર થતી હોય છે.

માટીમાંથી પણ દીવડા બનાવવામાં આવે છે.
માટીમાંથી પણ દીવડા બનાવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...