કાર્યવાહી:રાજકોટ જિલ્લામાંથી 3600થી વધુ પ્રચાર સામગ્રી દૂર કરાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટર, બેનર, દીવાલ પરનાં લખાણો ભુસાયા

આચારસંહિતાના અમલ સાથે જ ચૂંટણી તંત્ર સક્રિય થયું છે અને જિલ્લામાંથી એક જ દિવસમાં જાહેર માર્ગ, સરકારી ઈમારતો અને ખાનગી ઈમારતો પરથી 3647 પ્રચારાત્મક સામગ્રીઓ જેવી કે ઝંડા, પ્રથમ દિવસે રાજકોટની આઠેય વિધાનસભા વિસ્તારોમાંથી જે 3647 સામગ્રી દૂર કરાઈ છે તેમાં સરકારી મિલકતો પરથી 1249 દિવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો 334 પોસ્ટર્સ તથા 702 બેનર્સ તેમજ 543 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને સરકારી જગ્યા પરની કુલ 2828 જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 338 દીવાલ પરના લખાણો, 222 પોસ્ટર્સ, 241 બેનર, 18 અન્ય મળીને કુલ 819 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઇ છે.

સાથે જ રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ કોઈ પણ રાજકીય પક્ષો અથવા ઉમેદવાર પોતાના કાર્યકરને ધ્વજદંડ ઊભા કરવા, બેનરો લટકાવવા, નોટિસ ચોંટાડવા, સૂત્રો કે ફાળવેલ નિશાનોના પ્રતીક વગેરે લખવા માટે મકાન માલિકની લેખિત પરવાનગી વિના જમીન, મકાન, દીવાલ વાહનો, રોડ વગેરેનો ઉપયોગ કરવા પર અને જાહેર મિલ્કત ઉપર આવુ કૃત્ય કરવા પર પ્રિતિબંધ ફરમાવ્યો છે. જે તા.10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે ત્યાં સુધીમાં આ આદેશના ભંગ બદલ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...