તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.ની પરીક્ષા શરુ:6 જિલ્લાના 128 કેન્દ્ર પર 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ

એક મહિનો પહેલા
પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું
  • અચાનક પરીક્ષા લેવાતા, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જોવા મળ્યો

કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા હવે ઓફલાઇન પરીક્ષા લેવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાની PG અને UG ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા શરૂ કરવામાં આવી છે જેમાં 6 જિલ્લાના 128 કેન્દ્ર પર 30743 વિદ્યાર્થીઓ પરીક્ષા લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં જયારે વેક્સિન અત આવશ્યક છે ત્યારે નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સંક્રમિત થાય તો જવાબદાર કોણ, આ પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

કોવિડ ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું
કોવિડ ગાઇડલાઈનનું પાલન કરવામાં આવ્યું

64 કોર્સની પરીક્ષાનો લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 8 જુલાઇથી પ્રથમ તબક્કામાં 128 કેન્દ્રના 1250 બ્લોક પર PG અને UGના 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં બી.એ., બી.કોમ., બી. એસસી. સેમ.1 અને 3 ઉપરાંત અનુસ્નાતકમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી. સેમ.4 સહીતની 64 કોર્સની પરીક્ષાનો સમાવેશ થાય છે.

64 કોર્સની પરીક્ષાનો પ્રારંભ
64 કોર્સની પરીક્ષાનો પ્રારંભ

દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થશે
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઇ થી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે જેમાં 128 કેન્દ્ર પર 30743 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યાર બાદ બીજા તબક્કાની 15 અને ત્રીજા તબક્કાની 22 જુલાઇ થી પરીક્ષા લેવામાં આવશે. જે પરીક્ષામાં દરેક કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઈનનું પાલન થાય તે માટે દરેક કોલેજ અને સેન્ટર પર સૂચના આપી દેવામાં આવી છે. ખાસ સોશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે પ્રકારની સુવિધા સાથે આયોજન કરવામાં આવેલ છે. આજે પરીક્ષાના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિએ કેન્દ્ર પર જઇ મુલાકાત લીધી હતી.

કુલપતિએ પરીક્ષામાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું
કુલપતિએ પરીક્ષામાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

અચાનક પરીક્ષા લેવાતા, વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જોવા મળ્યો
ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તાલુકા લેવલ સુધી પહોંચી પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા આયોજન કરવામાં આવેલ હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું હતું પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ રાજકોટ સુધી પરીક્ષા માટે આવવું પડ્યું હોવાથી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે સાથે અચાનક પરીક્ષા તારીખ જાહેર થતા ક્યાંક વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી

નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓનું સંક્રમિત થશે તો !
પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિધાયર્થીઓ વેક્સિનેટેડ છે અને કેટલા નથી તે અંગે કોઇ માહિતી યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી પરંતુ આ સાથે ઓફલાઇન પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોણ લે શે તે અંગે પણ સવાલો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં સતાવી રહ્યા છે.

ફૂલ દ્વારા સ્વાગત કરાયું
ફૂલ દ્વારા સ્વાગત કરાયું

ક્યાં જિલ્લામાં કેટલા પરીક્ષા કેન્દ્ર

જિલ્લાપરીક્ષા કેન્દ્ર
રાજકોટ53
અમરેલી32
જામનગર14
સુરેન્દ્રનગર13
મોરબી13
જુનાગઢ03
અન્ય સમાચારો પણ છે...