વર્લ્ડ ટૂરિઝમ ડે:ગુજરાતમાં 300થી વધુ પ્રવાસન સ્થળ, 19 જેટલી વીકેન્ડ સાઇટ, કોરોના મહામારી વચ્ચે પણ 1 કરોડથી વધુ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. - Divya Bhaskar
'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
  • એવરેજ 50 લાખ જેટલા પ્રવાસીઓએ પ્રતિ માસ ગુજરાતની મુલાકાત લીધી છે : ગુજરાત ટૂરિઝમ
  • સમગ્ર વિશ્વમાં દર વર્ષે 27 સપ્‍ટેમ્‍બરના રોજ 'વર્લ્ડ ટૂરિઝમ ડે'ની ઉજવણી કરવામાં આવે છે

દુનિયાભરમાં આજે વર્લ્ડ ટૂરિઝમ ડે મનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ ‘‘સમાવેશક વિકાસ અર્થે પર્યટન’’ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ટૂરિઝમક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. એમાંય કોરોના મહામારી વચ્ચે પણ અત્યારસુધીમાં 1 કરોડથી વધુ લોકોએ ગુજરાતનું આતિથ્ય માણ્યું છે. ગુજરાત ટૂરિઝમ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં એવરેજ 50 લાખ જેટલા પ્રવાસીઓએ પ્રતિ માસ ગુજરાતની મુલાકાત લીધી હતી. એમાંય ગુજરાતમાં 300થી વધુ પ્રવાસન સ્થળો છે, જેમાં 117 ધાર્મિક સ્થળો, 21 બીચ, 7 બર્ડ વૉચિંગ સાઈટ, 49 ઇકો ટૂરિઝમ સાઈટ, 5 ગાંધી સર્કિટ સાઈટ, 58 હેરિટેઝ સાઈટ, 52 મ્યુઝિયમ, 19 વીકેન્ડ સાઈટનો સમાવેશ થાય છે.

117 જેટલાં સ્થળો પર યાત્રાધામ વિકસિત છે
ગુજરાત ટૂરિઝમ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2018-19માં 575.91 લાખ, એટલે કે પ્રતિ માસ 47.99, વર્ષ 2019-20માં 609.29 લાખ, એટલે કે પ્રતિ માસ 50.47 લાખ પ્રવાસી નોંધાયા હતા. ગુજરાત માત્ર એના વેપાર-ઉદ્યોગ જ નહિ, પરંતુ પ્રવાસન સ્થળો માટે પણ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી સહિત 117 જેટલાં સ્થળો પર યાત્રાધામ વિકસિત છે.

117 જેટલાં સ્થળો પર યાત્રાધામ વિકસિત છે.
117 જેટલાં સ્થળો પર યાત્રાધામ વિકસિત છે.

49 જેટલાં ઇકો ટૂરિઝમ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે
ગુજરાતના વિશાળ દરિયાકિનારાને લઈને અનેક બીચ પર લોકો સમુદ્રની લહેરનો આનંદ લઈ શકે છે. શિવરાજપુર, માંડવી સહિત 21 જેટલાં સમુદ્રીકિનારે બીચ પ્રખ્યાત છે. પક્ષીવિદ, પ્રેમીઓ માટે નારાયણ સરોવર, ખીજડિયા સહિત 7 જેટલા પોઈન્ટ પર વિશ્વનાં અનેક પક્ષીઓ નિહાળી શકાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે વોટરફોલ, વાઈલ્ડલાઈફ સેન્ચુરી, તળાવ, વન જેવાં 49 જેટલાં ઈકો ટૂરિઝમ ડેસ્ટિનેશન ઉપલબ્ધ છે. તો અડી કડી વાવ, બૌદ્ધ ગુફાઓ, રાજ પેલેસ, અડાલજ વાવ સહિત 58 જેટલાં ઐતિહાસિક સ્થળો પણ આવેલાં છે.

52 જેટલાં નાનાં-મોટાં મ્યુઝિયમ આવેલાં છે.
52 જેટલાં નાનાં-મોટાં મ્યુઝિયમ આવેલાં છે.

52 જેટલાં નાનાં-મોટાં મ્યુઝિયમ આવેલાં છે
રાજ્યભરમાં 52 જેટલાં નાનાં-મોટાં મ્યુઝિયમ, જેમાં અનેક ઐતિહાસિક વસ્તુઓ, કળાકારીગીરીનો સંગ્રહ થયેલો છે. ગાંધીપ્રેમીઓ માટે ગાંધી સર્કિટમાં 5 જેટલાં સ્થળો રાજકોટ, પોરબંદર, કોચરબ સહિત ગુજરાતમાં આવેલાં છે. ગીર નેશનલ પાર્ક, મેરીન નેશનલ પાર્ક, વાંસદા નેશનલ પાર્ક સહિત 19 જેટલાં સ્થળો વીકેન્ડ સાઈટ તરીકે પ્રવાસીઓ વિઝિટ કરી શકે છે. સમગ્ર દેશમાં એકમાત્ર સિંહ અભયારણ્‍ય એવું ગીર અભયારણ્‍ય અને પિરોટન ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક ગુજરાતના પર્યટનની શાન છે. સાપુતારા જેવાં ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યાં છે.

સાપુતારા જેવાં ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ.
સાપુતારા જેવાં ગિરિમથકો પણ પર્યટકોને આકર્ષવામાં સફળ.

દેશ-વિદેશના પર્યટકો ઉત્‍સાહપૂર્વક માણે છે
કેવડિયા ખાતે વિશ્વનું સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ- 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ચાંપાનેરને વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન મળવાથી અહીં પણ ઇતિહાસરસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે. પર્યટનના ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ રણોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે, જેને દેશ-વિદેશના પર્યટકો ઉત્‍સાહપૂર્વક માણે છે.

ઇતિહાસરસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે.
ઇતિહાસરસિક પ્રવાસીઓની આવન-જાવન વધી છે.