વેક્સિનેશન:રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન મેગા કેમ્પ મિશન મોડમાં 25,000થી વધુને અપાઇ રસી

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં શુક્રવારે વૅક્સિનેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ડીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, તલાટી, આંગણવાડી સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ કેમ્પ યોજવા પાછળનો મુખ્ય હેતુ જિલ્લામાં પ્રથમ ડોઝનો સમય પૂર્ણ થતાં લોકોને બીજો ડોઝ આપવા તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી હતી. તેમને સમજાવવામાં આવ્યા હતા અને બીજો ડોઝ લેવા માટેની કામગીરી કરાઈ હતી. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં મિશન મોડમાં 25 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામા આવી હતી.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ 15 હજાર લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. તેમને ડોઝ લેવા માટે કલેકટર, ડીડીઓ સહિતના અધિકારી ગ્રાઉન્ડ પર જઈ ડોઝ લેવા સમજાવી રહ્યા છે. તેમ છતાં તેઓ ડોઝ લેવાની ના પાડતા હવે આરોગ્ય વિભાગ દ્વારા તેમની પાછળ સમય ન ખર્ચી પ્રથમ ડોઝનો સમય પૂર્ણ થતાં લોકોને મિશન મોડમાં બીજો ડોઝ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને શુક્રવારે મેગા કેમ્પનું આયોજન કરાયું. જેમાં આરોગ્ય વિભાગની 450 ટીમ સહિત 1200 કર્મચારી જોડાયા હતા. તલાટી, આંગણવાડીની બહેનો, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના કર્મચારી લોકોને બીજો ડોઝ લેવા માટે સમજાવી બીજા ડોઝની કામગીરી કરવામાં આવી હતી. કેટલાક ગામડામાં રાત્રિના 11 સુધી પણ વૅક્સિનેશન આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને લોકોને વેકિસેનેટેડ કરવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં સરેરાસ 8થી 9 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજે મેગા કેમ્પ યોજતા એક જ દિવસમાં મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...