તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:700 શાળામાં 25000થી વધુ શિક્ષકો, રસીકરણનો લાભ આપો

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાજકોટ જિલ્લાની ખાનગી શાળા સંચાલકોની માંગ

હાલમાં દેશભરમાં દરેક ક્ષેત્રમાં કોરોના વોરિયર્સને તબક્કાવાર અગ્રતા મુજબ રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં જ્યારે રાજ્ય સરકાર તરફથી ગુજરાતની તમામ સરકારી શાળાઓના કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરી, અગ્રતા આપી નિ:શુલ્ક કોરોનાની રસી આપવામાં આવી રહી છે ત્યારે રાજ્યની ખાનગી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ આ રસીકરણનો લાભ મળે તેવી માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં હવે તબક્કાવાર શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં આવી રહ્યા હોય, શિક્ષકોને રસીકરણ આવશ્યક છે. રાજ્યમાં 15000થી વધુ ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા 5 લાખથી વધુ શિક્ષકો જેમાં રાજકોટ જિલ્લાની 700 શાળાઓના 25000થી વધુ શિક્ષકોનો સમાવેશ થાય છે, તેમને પણ રસીકરણનો લાભ મળે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો