તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનિંગ:રાજકોટ એરપોર્ટ પર દર મહિને 25થી વધુ ટ્રેનિંગ ફ્લાઈટની અવરજવર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 સીટર એરક્રાફ્ટમાં ફ્લાઈટ લેન્ડિંગ અને ટેકઓફની ટ્રેનિંગ લેવાય છે
  • મહેસાણા, વડોદરાના પાઈલટ એરપોર્ટ પર ટેકઓફ અને લેન્ડિંગ શીખે છે

રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, હૈદ્રાબાદ,બેંગ્લોરની ફ્લાઈટ તો ઉડાન ભરે જ છે. તેની સાથે-સાથે રાજકોટ એરપોર્ટ પર દર મહિને 25થી વધુ ટ્રેનિંગ ફ્લાઇટની અવરજવર થાય છે. મહેસાણા અને વડોદરાના ટ્રેઈની પાઈલટ ટેકઓફ અને લેન્ડિંગ શિખવા માટે રાજકોટ એરપોર્ટ પર આવે છે. જે સામાન્ય રીતે 2 સીટર એરક્રાફ્ટ હોય છે. તેમ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું છે. એક ફ્લાઇટની ટ્રેનિંગ હોય તેમાં એરપોર્ટને રૂ.5 હજારથી લઇને રૂ. 20 હજાર સુધીની આવક થતી હોય છે.

સામાન્ય રીતે આ પ્રકારના ફ્લાઈટની ટ્રેનિંગમાં ટચ એન્ડ ગોનો સમાવેશ થાય છે. આ સિવાય એપ્રેન પર પાર્ક કરવું, ફ્લાઈટ ચાલુ કરવી બંધ કરવી, ઊંચાઈએ ઉડાવવી, હવામાં ટર્ન લેવો એ સિવાય ઈન્સ્ટ્રુમેન્ટ ટ્રેનિંગ લેવાતી હોય છે. હાલ રાજકોટ એરપોર્ટ પર મહેસાણા અને વડોદરાથી પાઈલટ ટ્રેનિંગ માટે આવે છે.

કોરોનાને કારણે રાજકોટ એરપોર્ટથી શરૂ થયેલી દિલ્હી- મુંબઇ સિવાયની ફ્લાઇટમાં પેસેન્જર નહિ મળતા બેંગ્લોર અને હૈદ્રાબાદની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. હાલમાં એર ઈન્ડિયાની જ દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે.તે સિવાયની એરલાઈન્સની ફ્લાઇટ હાલમાં એક પણ ઊડતી નથી. સંભવત 1 જુલાઈથી આ ફ્લાઈટ ઉડાન ભરે તેવી સંભાવના હતી, પરંતુ કોઇ કારણોસર હજુ અન્ય ખાનગી એરલાઈન્સે આ અંગે પોતાનો શિડ્યૂલ બનાવ્યો નથી. તેથી અંદાજિત વધુ એક સપ્તાહ મર્યાદિત ફ્લાઈટ જ ઉડાન ભરશે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

રનવેની એક જ બાજુ ઈન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમથી ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી
રાજકોટ એરપોર્ટના રન વે પર હાલમાં એક જ ઈન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ છે. જેને કારણે ફલ્ડના સમયે કે વિઝિબિલિટી ન મળે ત્યારે લેન્ડ થવામાં મુશ્કેલી પડે છે. જેથી ફ્લાઈટને આકાશમાં ચક્કર લગાવવા પડે છે. જો આઈએલએસ એટલે ઈન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ હોય તો ક્યારે લેન્ડ કરવું તે સહિતનું માર્ગદર્શન મળી રહે છે. જે નવું એરપોર્ટ બની રહ્યું છે તેમાં પણ આઈ.એલ.એસ. હાલમાં ગોઠવવામાં આવી નથી. તેમ ડિરેક્ટર દિગંત બોરાહ જણાવે છે.
ટર્મિનલ બિલ્ડિંગમાં વધુ 100ની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે
રાજકોટ એરપોર્ટ પર એક કરતા વધુ શહેરની ફ્લાઇટ ફ્રીક્વન્સી વધી છે. તેથી હવે અહીં મુસાફરોની અવરજવર વધુ શરૂ થઈ છે.હાલ ટર્મિનલ બિલ્ડિંગની બેઠક ક્ષમતા 150ની છે અને હજુ બીજા 100 મુસાફર બેસી શકે તે માટેની રિનોવેશનની કામગીરીને મંજૂરી મળી ગઈ છે. આગામી દિવસોમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારબાદ રાજકોટના એરપોર્ટ પર 250 મુસાફર બેસી શકશે.

અન્ય સમાચારો પણ છે...